- વિટામીનથી ભરપૂર છે શેતૂર
- સ્વાસ્થ્ય માટે અનેક રીતે ફાયદાકારક
- જડીબુટ્ટીની જેમ કામ કરે છે શેતૂર
વિટામિન-એ, વિટામિન-કે અને પોટેશિયમથી ભરપૂર એવા શેતૂરને ખાવાના અનેક ફાયદા છે. તે ખાવામાં સ્વાદિષ્ટ હોવા ઉપરાંત સ્વાસ્થ્ય ગુણધર્મથી ભરેલું માનવામાં આવે છે. શેતૂર એક ફળ છે જે કાચા અને રાંધેલા બંને ખાઈ શકાય છે.
શેતુરને ખાવા ઉપરાંત વાગેલી જગ્યા કે ઇજા પર પણ લગાવી શકાય છે અને તે જડીબુટ્ટીની જેમ કામ કરે છે સાથે તેનું સેવન આરોગ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. ઉચ્ચ પોષક મૂલ્ય અને એન્ટી ઓક્સીડેન્ટ પ્રવૃત્તિ સ્વાસ્થ્ય માટે કોઈ પણ ઔષધિ કરતા ઓછી નથી. શેતૂર આપણને ઘણા રોગોથી બચાવવા માટે કામ કરી શકે છે.
શેતૂરમાં, ફલેવોનોઈડ્સ ઉપરાંત ઘણાં જરૂરી પોષક તત્વોની સાથે વિપુલ પ્રમાણમાં જોવા મળે છે સાથે આયુર્વેદમાં શેતૂરના ઘણા ફાયદા જણાવવામાં આવ્યા છે. શેતૂર ખાવાથી લીવરના રોગોમાં રાહત મળે છે. આ સાથે તે કિડની માટે પણ ખૂબ ફાયદાકારક છે. લીવરને સ્વસ્થ રાખવા માટે શેતૂર કામ કરી શકે છે. એટલું જ નહીં યુરીન સંબંધિત સમસ્યાઓમાં પણ શેતુર ઉપયોગી નીવડે છે.
શેતૂરનું સેવન કરવાથી શરીરમાં આયર્નની માત્રા વધે છે. અને પેશીઓને પૂરતો ઓક્સિજન પણ મળી શકે છે. શેતૂરના સેવનથી આયર્નની ઉણપને દૂર કરી શકાય છે. આંખોની દ્રષ્ટિ માટે પણ તે ઉત્તમ છે. વૃદ્ધત્વને પણ તે જલ્દી આવતું અટકાવે છે. શરદીમાં શેતૂર ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. શરદીની સમસ્યાને શેતૂરના ઉપયોગથી ટાળી શકાય છે. તેને પેશાબ સંબંધિત સમસ્યાઓ દૂર કરવામાં પણ અસરકારક માનવામાં આવે છે. તો ઉનાળામાં તે હિટ સ્ટ્રોકથી બચાવવામાં મદદ કરે છે.