Site icon Revoi.in

શું તમને ખબર છે? હાથ જોઈને ખબર પડી જાય કે વ્યક્તિને ડાયાબિટીસ છે કે નહીં

Social Share

આજના સમયમાં લોકોને અનેક પ્રકારની બીમારીઓ થવા લાગી છે અને તેના કારણે લોકો મોટી ઉંમરમાં એટલે કે જ્યારે તે 40-50ની ઉંમર થાય ત્યારે તે હેરાન પણ થવા લાગે છે. આપણા દેશમાં લોકોમાં એ પ્રકારનું પણ જ્ઞાન છે કે જે હાથ જોઈને વ્યક્તિના શરીરમાં કઈ બીમારી છે તેના વિશે જાણ લગાવી લે છે. હાથની નસ પકડીને શરીરમાં કઈ બીમારી છે તેના વિશે માપ મેળવી લે છે.

સૌથી પહેલા તો એક સંશોધન મુજબ ડાયાબિટીસથી પીડિત દર્દીઓના હાથમાં કેટલાક ગંભીર સંકેતો જોવા મળે છે. જો કોઈ વ્યક્તિને ડાયાબિટીસ હોય તો તેના નખની આસપાસની ત્વચા લાલ થઈ જાય છે. જો તમારા નખમાં લોહી દેખાઈ રહ્યું છે અથવા તેમાં ફોલ્લા છે તો તે ડાયાબિટીસ જેવા જીવલેણ રોગની નિશાની હોઈ શકે છે. ડાયાબિટીસના દર્દીઓને ફંગલ ઈન્ફેક્શન થવાની શક્યતા વધુ રહે છે. જો તમે પણ આ બીમારીથી પીડિત છો તો તમારા નખ પીળા પડી શકે છે. પરંતુ જો આ લક્ષણો ફક્ત તમારા હાથમાં જ દેખાય છે, તો તે ડાયાબિટીસની નિશાની હોઈ શકે છે.

નિષ્ણાંતોનું માનવું છે કે ડાયાબિટીસથી પીડિત દર્દીઓએ તેમના ખાવા-પીવા એટલે કે આહારનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ. ગ્લુકોઝના સ્તરને નિયંત્રણમાં રાખવા માટે, તેઓ શું લે છે તેના પર પણ વિશેષ ધ્યાન આપવું જોઈએ. નિષ્ણાતો એમ પણ કહે છે કે જો તમને ટાઇપ 2 ડાયાબિટીસ છે, તો તમને વારંવાર પેશાબ કરવો પડે છે. આનું કારણ એ છે કે આપણા શરીરમાં સુગરનું પ્રમાણ ખૂબ વધારે થઇ જાય છે. વારંવાર તરસ લાગવી, પેશાબ કરવો, થાક લાગવો, વજન ઘટવું વગેરે ડાયાબિટીસનું કારણ બની શકે છે.

ઉલ્લેખનીય છે કે ડાયાબિટીસ(Diabetes ) બે પ્રકારના હોય છે. પ્રકાર 1 અને પ્રકાર 2 ડાયાબિટીસ. ટાઇપ 1 ડાયાબિટીસમાં દર્દીના સ્વાદુપિંડમાં ઇન્સ્યુલિન ઉત્પન્ન થતું નથી. પરંતુ પ્રકાર 2 ડાયાબિટીસમાં, દર્દીના સ્વાદુપિંડમાં ઇન્સ્યુલિન ઓછી માત્રામાં ઉત્પન્ન થાય છે.