શું તમને ખબર છે? PDF પર સાઈન પણ કરી શકાય છે
આજના સમયમાં મોટાભાગના ડોક્યુમેન્ટ લોકો પીડીએફ ફોર્મેટમાં મોકલતા હોય છે અને મેળવતા હોય છે. લોકો આને સૌથી સલામત ડોક્યુમેન્ટ માને છે અને સાચેમાં તે છે પણ, પણ કેટલાક એવા લોકો પણ છે જેમને પીડીએફ વિશે વધારે જાણકારી નથી અને તેમણે આ વાતને જાણવી જોઈએ.
પ્રિન્ટેડ ડોક્યુમેન્ટની જેમ પીડીએફ ફાઈલ પણ સરળતાથી જોઈ, પ્રિન્ટ અને શેર કરી શકાય છે. પરંતુ કેટલીકવાર પીડીએફ દસ્તાવેજને પ્રમાણિત કરવા માટે સાઈન (Signature)કરવાની જરૂર પડે છે. તો આ સમયે પહેલા Acrobat માં પીડીએફ ડોક્યુમેન્ટ ખોલો અને પછી જમણી બાજુએ Fill & Sign ઓપ્શન પર ક્લિક કરો.
અહીં તમારે પસંદ કરવાનું છે કે તમે હસ્તાક્ષર ઉમેરવા માંગો છો અથવા ફક્ત ઈનિશિયલ (નાના હસ્તાક્ષર) ઉમેરવા માંગો છો.
જો તમે પહેલાથી જ હસ્તાક્ષર ઉમેર્યા હોય, તો તમારે ફક્ત સાઇન વિકલ્પ પર જવાનું છે અને તેને પસંદ કરવાનું છે. પીડીએફ દસ્તાવેજમાં જ્યાં તમે સહી ઉમેરવા માંગો છો ત્યાં ક્લિક કરો.
બીજી બાજુ, જો તમે પહેલીવાર સહી ઉમેરી રહ્યા હોવ, તો તમારે પસંદ કરવાનું રહેશે કે તમે સહી ટાઈપ કરશો કે હસ્તાક્ષરની ઈમેજ દોરશો કે ઈમ્પોર્ટ કરશો. તે પછી Apply પર ક્લિક કરો અને જ્યાં તમે સહી ઉમેરવા માંગો છો ત્યાં ક્લિક કરો.