Site icon Revoi.in

શું તમને ખબર છે? ગરબા રમવા એ પણ કસરતથી ઓછું નથી,આ પ્રકારે થાય છે શરીરને ફાયદા

Social Share

જ્યારે પણ ફીટનેશની વાત આવે ત્યારે લોકો વિચારે છે કે કસરત કરો અથવા જીમમાં જઈને પણ પોતાને ફીટ રાખી શકાય છે પણ આજે તમને એવી જાણકારી વિશે જાણ થશે જેનાથી તમે આ નવરાત્રીમાં વધારે ગરબા રમવાનું પસંદ કરશો. હેલ્થ એક્સપર્ટના કહેવા પ્રમાણે આપણે દરરોજનાં કામકાજમાં રોટેશન મુવમેન્ટનો ઉપયોગ કરતાં નથી. ગરબામાં ગોળ ફરીને, હાથ-પગ, ખભા, કમર, ગળા વગેરે જેવા શરીરનાં અંગોનો ઉપયોગ કરીએ છીએ, જે સંપૂર્ણ શરીર માટે ફાયદાકારક છે.

આ ઉપરાંત જો વાત કરવામાં આવે તો ગરબા રમતાં આપણે જ્યારે આગળ કે પાછળની બાજુમાં નમીએ છીએ, જેથી કરોડરજ્જુ વધારે ફ્લેક્સીબલ બનતાં કરોડરજ્જુ સંબંધિત બિમારીઓથી છુટકારો મળે છે. ગરબા રમવાથી વજન ઓછું થાય છે, ચરબી ઉતરે છે. એટલે કે પાતળા પણ થવાય છે અને પેટ સપ્રમાણ રહે છે. ફીટ રહે છે. નમીને આગળ તાળી લેવાના ગરબા રમવાથી પેટની પણ જરૂરી કસરત થઇ જાય છે.

ગરબા રમતી વખતે જ્યારે આપણે આગળ-પાછળ ફુટબોલની જેમ કીક મારીએ છીએ, તેનાથી પગનાં સ્નાયુઓને ખુબ કસરત મળે છે. ગરબામાં જ્યારે સાઈડ, બેક અને ડાઉન બેન્ડીંગ સ્ટેપ્સ લઈએ છીએ. તેને કારણે મોટી ઉંમરે કમર અને ઢીંચણની બિમારી થતી નથી. સંગીતથી માનસિક રીતે માણસ પ્રસન્ન રહે છે. સંગીત વગર કસરત કરવાથી દસ મિનિટ બાદ થાક લાગે છે. તેથી ગરબા રમતી વખતે થાક લાગતો નથી, કારણ કે તેમાં સંગીત વાગતું હોય છે.