શિવભક્તોની સંખ્યા આ દુનિયામાં એટલી છે કે તેનો અંદાજ પણ લગાવી શકાય નહીં. એવું કહેવામાં આવે છે કે વિશ્વના કોઈ પણ ખૂણામાં જતા રહો પણ તમને ત્યાં શિવભક્ત તો મળી જ રહેશે. શિવજીની પૂજા, આરાધના અને ભક્તિ કરનારા ભક્તોને પણ કદાચ આ વાતની જાણ હશે નહીં કે શિવ ભગવાન એટલે કે ભગવાન ભોલેનાથની ત્રણ દિકરી પણ હતી અને તેમની ભારતના કેટલાક સ્થળો પર પૂજા પણ કરવામાં આવે છે.
જો વાત કરવામાં આવે શિવજીની મોટી પુત્રી અશોક સુંદરીની તો દેવી પાર્વતીની એકલતાને દુર કરવા માટે તેમને જન્મ થયો હતો. દેવી પાર્વતી એક દીકરી ઈચ્છતી હતી. દેવી પાર્વતીની જેમ અશોક સુંદરી પણ ખૂબ જ સુંદર હતા. તેથી સુંદરતાના કારણે તેને અશોક નામ આપવામાં આવ્યું કારણ કે તે પાર્વતીની એકલતાનું દુઃખ દૂર કરવા આવ્યા હતા. ગુજરાતમાં અશોક સુંદરીની વિશેષ પૂજા થાય છે. અશોક સુંદરી માટે એવું પણ કહેવાય છે કે જ્યારે ભગવાન શિવે બાળ ગણેશનું શિરચ્છેદ કર્યું હતું ત્યારે તે ડરીને મીઠાની કોથળીમાં સંતાઈ ગયા હતા. આ કારણે તેઓ મીઠાના મહત્વ સાથે પણ જોડાયેલા છે.
શિવની બીજી પુત્રીનું નામ જ્યોતિ છે અને તેના જન્મ સાથે સંબંધિત બે વાર્તાઓ કહેવામાં આવે છે. પ્રથમ મુજબ, જ્યોતિનો જન્મ શિવના તેજમાંથી થયો હતો અને તે તેની આભાનું સ્વરૂપ છે. બીજી માન્યતા અનુસાર, પાર્વતીના કપાળમાંથી નીકળતા તેજમાંથી જ્યોતિનો જન્મ થયો હતો. દેવી જ્યોતિનું બીજું નામ જ્વાલામુખી પણ છે અને તમિલનાડુના ઘણા મંદિરોમાં તેની પૂજા કરવામાં આવે છે.
શિવની આ પુત્રી વિશે તમે નહીં જાણતા હોવ, આ દેવી ખૂબ ગુસ્સાનું પ્રતિક છે તેવી માન્યતા છે. મનસા દેવી શિવ- પાર્વતીના દિકરી નથી, પંરતુ તે શિવના માનસમાંથી બનેલા હોય તેને મનસા કહેવામાં આવ્યા. મનસા દેવી, સાપોની દેવી તરીકે જાણીતાં છે અને તેમની પૂજા ખાસ કરીને બંગાળ અને નોર્થ-ઇસ્ટર્ન રાજ્યોમાં કરવામાં આવે છે. તેઓ એવું માને છે કે માતા મનસા એ છે કે જેઓ પૃથ્વી પરના બધા જ સાપોને નિંયત્રિત કરે છે અને જો કોઇ સાપ કરડે તો તેમની પૂજા કરવાથી સારવાર થઇ જાય છે. આ ઉપરાંતા યશ અને સમૃદ્ધિ માટે પણ માતા મનસાની પૂજા કરે છે.
એવું કહેવાય છે કે મનસાનું એક નામ વાસુકી પણ છે અને તેના પિતા, સાવકી માતા અને પતિ દ્વારા અવગણનાને કારણે તેનો સ્વભાવ ખૂબ જ ક્રોધી માનવામાં આવે છે. સામાન્ય રીતે કોઈપણ મૂર્તિ કે ચિત્ર વગર તેની પૂજા કરવામાં આવે છે. તેની જગ્યાએ ઝાડની ડાળી, માટીના વાસણ અથવા માટીના સાપની પૂજા કરવામાં આવે છે. તેમને અછબડા અથવા સાપના ડંખથી બચાવવા માટે તેમની પૂજા કરવામાં આવે છે. બંગાળના ઘણા મંદિરોમાં તેમની વિધિવત પૂજા કરવામાં આવે છે.
અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. આ જાણકારી કોઈની પણ લાગણી, ભાવનાને ઠેસ પહોંચે તે માટે તૈયાર કરવામાં આવી નથી.