જ્યારે પણ મીઠાઈની વાત આવે ત્યારે લોકોને પોતાના સ્વાસ્થ્યનો વિચાર પહેલા આવે, લોકોને લાગતું હોય છે કે સ્વીટ વસ્તુ ખાવાથી શરીરને નુક્સાન થતું હોય છે પરંતુ તમારે તે પણ જાણવું જોઈએ કે મોદક ખાવાથી શરીરને ફાયદો પણ થાય છે. કારણ કે તે ઘી, નારિયેળ, ગોળ, સૂકા ફળો, ચોખાના લોટ વગેરેમાંથી તૈયાર કરવામાં આવે છે.
સ્વાસ્થ્ય વિશેષજ્ઞોનું માનવું છે કે મોદકના સેવનથી થાઈરોઈડની સમસ્યા ઓછી થઈ શકે છે. કહેવાય છે કે તેમાં વૃદ્ધત્વ વિરોધી ગુણો હોય છે, જે થાઈરોઈડ ગ્રંથિઓને સ્વસ્થ રાખે છે. આ ઉપરાંત મોદક પણ અન્ય મીઠાઈઓની જેમ ઘણી રીતે તૈયાર કરવામાં આવે છે. જો તમે નારિયેળ સાથે મોદક ખાઓ છો, તો તે તમારી ખાંડની લાલચને દૂર કરશે, સાથે જ શરીરમાં ફાઈબરની માત્રામાં વધારો કરશે. ફાઈબર એક એવું પોષક તત્વ છે, જે પેટમાં કબજિયાતની સમસ્યાને થવા દેતું નથી.
ઉલ્લેખનીય છે કે આ માહિતીને માત્ર જાણકારી માટે તૈયાર કરવામાં આવી છે અને તેની કોઈ પૃષ્ટિ કરવામાં આવતી નથી.