Site icon Revoi.in

શું તમે જાણો છો થપ્પડ ખાવાથી પણ ચહેરાની વધે છે સુંદરતા, છે ને નવાઈની વાત? જાણો સ્લેપ થેરાપી વિશે

Social Share

કોઈ તમને થપ્પડ મારે તો તમને ગુસ્સો આવશે જ સ્વાભાવિક વાત છે,પણ કદાચ તમને એ વાત જાણીને ચોક્ક નવાઈ લાગશે કે કેટલાક લોકો પોતાના ચહેરાની સુંરતા વધારવા નમાટે થપ્પડ ખાવા પણ તૈયાર છએ જી હા થપ્પડ ખાવી એ એક થેરાપી છે જેને સ્લેપ થેરાપિ તરીકે ઓળખવામાં આવે છે.કેટલાક દેશોમાં મહિલાઓમાં થેરાપીનો ટ્રેન્ડ છે, જેને સ્લેપ થેરાપી કહેવામાં આવે છે.

સ્લેપ થેરાપિ શું છે?

સ્લેપ થેરાપીને હિન્દીમાં થપ્પડ ચિકિત્સા કહી શકાય. આ થેરાપીમાં ત્વચાને હળવા હાથે તમાચ મારવામાં આવે છે. ત્વચા પર થપ્પડ મારવાથી રક્ત પરિભ્રમણ વધે છે. આ ત્વચાને યુવાન અને સ્વસ્થ બનાવે છે. મોટેભાગે સ્ત્રીઓ આ ઉપચાર કરે છે.

જાણો સ્લેપ થેરાપિથી થતા ફાયદાઓ વિશે

ચહેરા પર હળવા હાથે થપ્પડ મારવાથી ત્વચા કોમળ બને છે. પ્લમ્પર ત્વચા એટલે કે જે કાળી ત્વચા પડી ગઈ હોય તેના પર સ્લેપ થેરાપી ત્વચાના નાના છિદ્રો ખોલે છે અને કરચલીઓ ઘટાડે છે.

સ્લેપિંગ ચહેરાના સ્નાયુઓને સક્રિય કરે છે, તેમજ રક્ત પ્રવાહમાં વધારો કરે છે.
સ્લેપ થેરાપી તમારી ત્વચાની ગુણવત્તા સુધારે છે અને ચહેરો વધુ ચમકદાર બને છે.હળવા હાથે થપ્પડ મારવાથી પિમ્પલ્સ જેવી સમસ્યામાંથી છુટકારો મળે છે.

આ સાથે જ સ્લેપ થેરાપી ત્વચા પર લગાવવામાં આવેલ ક્રીમ, સીરમ અથવા તેલને સરળતાથી શોષી શકે છે.ચહેરા પર થપ્પડ મારવાથી ત્વચામાંથી ઝેરી તત્વો નીકળી જાય છે.

આ રીચતે કરી શકાય છે આ થેરાપિ

આ થેરાપી કરતી વખતે તમારે પ્રેશરનું ધ્યાન રાખવું પડશે. હળવા હાથે ચહેરા પર 50 થપ્પડમારો . સંવેદનશીલ ત્વચા ધરાવતા લોકોને કહો કે આ ઉપચાર કરતા પહેલા તેઓએ ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. તમે આ ઉપચાર જાતે કરી શકો છો અથવા સલૂન અથવા સ્પામાં જઈને તેને કરાવી શકો છો. આ કરતા પહેલા ચહેરાને સાદા પાણીથી સાફ કરો અને પછી ચહેરા પર હળવા હાથે થપથપાવો.