Site icon Revoi.in

શું તમે જાણો છો મકરસંક્રાતિ પર જૂદા- જૂદા રાજ્યોમાં ખાવામાં આવે છે આ જૂદો-જૂદો ખોરાક , ગુજરાતમાં ખવાય છે ઊંઘીયું 

Social Share

મકરસંક્રતિને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે સો કોઈ પોતાના પ્લાનિંગમાં મસ્ત છે,આ દિવસે ઘરની ગૃહિણીઓ મોટા ભાગે બહારથી ભોજન મંગાવે છએ અથવા તો એવી વ્સતુઓ ઘરે બનાવે છે કે જે સવારે જલ્દી પણ બની જાય અને બેવ ટાઈમ જમી પણ લેવાય. ભારતના ઉત્તરથી દક્ષિણ સુધીના વિવિધ સ્થળોએ ખૂબ જ ધામધૂમથી આ તહેવાર ઉજવવામાં આવે છે.

દક્ષિણ ભારતના તમિલનાડુ અને કેરળમાં તેને પોગલના નામથી ઉજવવામાં આવે છે. ગુજરાતમાં મકરસંક્રાંતિને ઉત્તરાયણ તરીકે ઓળખવામાં આવે છે. અહીં આ તહેવાર પતંગ ઉડાડીને ઉજવવામાં આવે છે. જો કે મકરસંક્રાંતિમાં ઘણો એવો ખોરાક છે જે ખાવામાં આવે છે,તલના લાડુ હોય દાણાની ચીકી હોય કે આવી તો કેટકેટલીય વાનગીઓ આ દિવસે લોકો આરોગતા હોય છે.

ગુજરાતમાં ઊંઘીયું જલેબી

જો ગુજરાતની પહેલા વાત કરીએ તો આ દિવસે ગુજરાતીઓ કરોડો રુપિયાનું ઊંધુયુ અને જલેબી ખાય જતા હોય છે,સાથે કેટલાક શહેરોમાં ફાફડાનું પણ ચલણ જોવા મળે છે.ગુજરાતમાં મકરસંક્રાંતિના દિવસે ઉંધિયું, જલેબી, બાસુંદી, તલની ચિક્કી અને ખીચડો ખાવામાં આવે છે. ગુજરાતમાં મકરસંક્રાંતિનો તહેવાર ઉત્તરાયણના નામે ઉજવવામાં આવે છે.

બિહારમાં દહીં ચિવડો

બિહારમાં મકરસંક્રાંતિના દિવસે દહીં-ચેવડો ખાવામાં આવે છે. બિહારમાં દહીં ચેવડા ખાવાની પરંપરા છે. ચેવડાને ચપટા ચોખા એટલે કે પોહા કહેવાય છે. અહીં પોહાને દહીંમાં ભેળવીને ખાવામાં આવે છે. આને દહીં ચિવડા કહે છે. દહીં ચિવડાને મધુર બનાવવા માટે તેમાં ખાંડને બદલે ગોળ ઉમેરવામાં આવે છે.

રાજસ્થાનના પ્રખ્યાત ચુરમા, હલવો અને ખીર

રાજસ્થાનમાં ખાંડ અને ઘઉંની સાથે દેશી ઘીમાં ડ્રાયફ્રૂટ્સ શેકવામાં આવે છે. રાજસ્થાનમાં તે ખૂબ જ ખાવામાં આવે છે. તે મકરસંક્રાંતિના દિવસે બધા ઘરોમાં ચોક્કસપણે ખાવામાં આવે છે. રાજસ્થાનમાં ચુરમાની સાથે સોજીની ખીર ખાવાની પરંપરા છે.

મહારાષ્ટ્રમાં પુરણ પોળી

પુરણ પોળી મહારાષ્ટ્રની પ્રખ્યાત વાનગી છે. મહારાષ્ટ્રમાં તમામ તહેવારો પર પુરણ પોળી ઘરોમાં બનાવવામાં આવે છે. મકરસંક્રાંતિ પર તેને ખાવાની પરંપરા છે. પૂરી પોલી એ ચણાના લોટ, તલ, ગોળ અને ચણાની દાળમાંથી બનેલી રોટલી છે. તેને ઘી સાથે પીરસવામાં આવે છે અને ખાવામાં આવે છે.

પશ્વિમ બંગાળમાં , પીઠે પુલી

પશ્ચિમ બંગાળમાં મકરસંક્રાંતિને પોષ સંક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસે પશ્ચિમ બંગાળ, આસામ, ઓડિશામાં પતિશપ્ત, પીઠે પુલી અને પાયેશ નામની વાનગીઓ ખવાય છે.

દક્ષિણ ભારતમાં સક્કરરાય પોંગલ

સક્કરાઈ ઘીમાં ચોખા, ગોળ, મગની દાળ અને કાજુને રાંધીને બનાવવામાં આવે છે. દક્ષિણ ભારતના ભાગોમાં, મકરસંક્રાંતિનો તહેવાર પોંગલના નામથી ઉજવવામાં આવે છે.