ઘરમાં શંખ વગાડવવાથી શું ફાયદા થાય તેના વિશે જાણ છે? તો જાણી લો
દરેક મંદિરમાં જ્યારે આરતી થાય ત્યારે શંખ નિશ્ચિતરૂપે સાંભળવા મળતા હોય છે. શંખના અવાજમાં એવી શક્તિ છે કે તે દરેક પ્રકારની નકારાત્મક એનર્જીને દુર કરે છે અને તેનાથી આજુબાજુનું વાતાવરણ પણ સુમેળભર્યું બનેલું રહે છે. પણ જો વાત કરવામાં આવે ઘરમાં નિયમિત રીતે શંખ વગાડવા વિશેની તો તેના આ પ્રકારે પણ ફાયદા થાય છે.
સૌથી પહેલા તો એ ફાયદો થાય છે કે શંખ વગાડવાથી વાણી અને માનસિક તણાવ સંબંધિત બિમારીઓ દૂર થાય છે. શંખ વગાડવાથી શ્વાસ લેવાની ક્ષમતા સુધરે છે અને ફેફસાં મજબૂત થાય છે. શંખ વગાડવાથી ઘરની તમામ નકારાત્મક શક્તિઓ અને અવરોધો દૂર થાય છે.
આ ઉપરાંત જે ઘરમાં દરરોજ શંખ વગાડવામાં આવે છે, તે ઘર સંબંધિત તમામ પ્રકારની બાધાઓ દૂર થઈ જાય છે અને ત્યાં હંમેશા સકારાત્મક ઉર્જાનો વાસ રહે છે. જે ઘરમાં શંખની પૂજા કરવામાં આવે છે, ત્યાં હંમેશા ધનની દેવી લક્ષ્મીનો વાસ રહે છે, જેથી ત્યાં રહેતા લોકોને ક્યારેય પૈસાની કમી ન થાય.
આ બાબતે તે વાત પણ જાણવા જેવી છે કે એવું માનવામાં આવે છે કે જે ઘરમાં તે રહે છે તે ઘરમાં સુખ અને સમૃદ્ધિ રહે છે, કારણ કે પુરાણોમાં તેને દેવી લક્ષ્મીના ભાઈ તરીકે વર્ણવવામાં આવ્યું છે. એવું માનવામાં આવે છે કે સમુદ્ર મંથન વખતે શંખની ઉત્પત્તિ દેવી લક્ષ્મી સાથે થઈ હતી. આ જ કારણ છે કે આ પવિત્ર શંખ શુભ, સફળતા અને સમૃદ્ધિ માટે મંદિરો સહિત તમામ પૂજા સ્થાનો પર વગાડવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે અહીં આપેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, આના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી.