Site icon Revoi.in

શિયાળામાં રોજ એક લીલું મરચું ખાવાના ફાયદા વિશે ખબર છે? વાંચો અને તેનો ઉપયોગ કરો

Social Share

શિયાળામાં જેવું વાતાવરણ બદલાય તેવું લોકો પોતાનો આહાર પણ બદલી નાખે છે. શિયાળામાં તંદુરસ્ત રહેવા માટેની અલગ રીત હોય છે તો ઉનાળામાં પણ તંદુરસ્ત રહેવા માટેની અલગ ટ્રીક હોય છે. આવામાં જો વાત કરવામાં આવે લીલા મરચાની તો તે તો શિયાળામાં અમૃત સમાન પણ ગણી શકાય. હેલ્થ એક્સપર્ટ કહે છે કે,આ વજન ઘટાડવાથી લઇ બ્લડ સર્ક્યુલેશનમાં તેજી લાવવાનું કામ કરે છે.

લીલા મરચા માત્ર જમવાનો સ્વાદ વધારે છે, પરંતુ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. લીલા મરચામાં એવા તત્વ મળે છે, જે એક સ્વસ્થ શરીર માટે ખુબ જરૂરી છે. આ વિટામિન એ, બી6, સી, આયરન, કોપર, પોટેશિયમ, પ્રોટીન અને કાર્બોહાઇડ્રેડથી ભરપૂર હોય છે. એટલું જ નહિ એમાં બીટા કેરોટીન, ક્રિપ્ટોક્સાન્થિન, લુટેન-જેક્સથીન વગેરે સ્વાથ્યવર્ધન વસ્તુ હાજર છે.

આ ઉપરાંત જો વાત કરવામાં આવે તો રોજ એક લીલા મરચાનું સેવન અનેક પ્રકારની બીમારીઓને પણ શરીરમાંથી દુર કરે છે અને તંદુરસ્ત રહેવામાં મદદરૂપ થાય છે.

હેલ્થ એક્સપર્ટની માનીએ તો તાજા મરચાનો એક ચમચી રસ કાઢી એને મધમાં ભેળવી ખાલી પેટે ખાવાથી અસ્થમાના દર્દીઓને રાહત મળે છે. એ ઉપરાંત લીલા મરચા ખાવાથી ગરમી નીકળે છે, આ દુખાવાને ઓછું કરે છે. એમાં કેપ્સેઇસિન હાજર હોય છે, જે નાકમાં લોહીના પ્રવાહને સરળ બનાવે છે. એનાથી શરદી અને સાયનસની સમસ્યામાં રાહત મળે છે, ઠંડા વાતાવરણમાં એનું સેવન ખુબ ફાયદાકારણ માનવમાં આવે છે.

કોરોના સમયગાળા દરમિયાન લીલા મરચા ખાવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવા માટે લીલા મરચાનું સેવન કરી શકાય છે. લીલા મરચામાં એન્ટી-બેક્ટેરિયલ ગુણ હોય છે, જે શરીરને બેક્ટેરિયા મુક્ત રાખવામાં મદદ કરે છે. લીલા મરચા રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે.