શિયાળાની મૌસમ ચાલું છે, શિયાળો આવતા જ ઘણા પ્રકારના સ્વાદિષ્ટ ફળ અને શાકભાજી આપણા ભોજનનો હિસ્સો બની જાય છે, તેમાંથી એક શક્કરિયા છે જે શિયાળો આવતા જ લોકોના ડિનર ટેબલનો હિસ્સો બની જાય છે. શક્કરિયા દેખાવમાં બટાકા જેવા હોય છે અને ખાવામાં વધારે સ્વાદિષ્ટ હોય છે. તેના મીઠા સ્વાદને લીધે બાળકો અને વૃદ્ધ લોકો શક્કરિયાને વધારે પસંદ કરે છે. મોટા ભાગના લોકો તેને સ્વીટ પોટેટોના નામથી ઓળખે છે. તમે જાણો છો શક્કરિયા ખાવાના ફાયદા…
હેલ્દી રહેવું હોય તો નિયમિત એક્સરસાઈજ સાથે તમારે ડાયટ પ્લાન પર ફોકસ કરવું ખૂબ જરૂરી છે. હેલ્દી રહેવા માટે ડોક્ટર તમને મોસમી ફળ અને મોસમી શાકભાજી ખાવાની સલાહ આપે છે, પણ ઉપવાસ હોય ત્યારે શક્કરિયા ખાવા તમારા માટે ફાયદાકારક સાબિત થાય છે.
• વિટામિન અને મિનરલ્સથી ભરપૂર
શક્કરિયામાં વિટામીન અને મિનરલ્સ ભરપૂર માત્રામાં હોય છે. તેમાં વિટામીન એ, વિટામીન સી, પોટેશિયમ અને ફાઈબર વધારે માત્રામાં જોવા મળે છે, જે તમને હેલ્દી રાખવામાં મદદ કરે છે. તેને ખાવાથી તમારી સ્કિનમાં ગ્લો આવે છે.
• પાચનક્રિયા સુધારવામાં મદદ કરે છે
ડોક્ટરનું કહેવું છે કે શક્કરિયામાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે, આપણી ડાઈજેસ્ટિવ સિસ્ટમને એક દમ સારી રાખે છે અને પાચન શક્તિ વધારે છે. જે પણ ખાઈએ તે સરળતાથી પચી જાય છે. શક્કરિયા વજનને મેન્ટેન કરવામાં મદદગાર સાબિત થઈ શકે છે.