કારતક સુદ પક્ષની બીજના દિવસે યમરાજનું પુજન કરવામાં આવે છે તેથી યમબીજ કહે છે. આ તહેવારનું મુખ્ય લક્ષ્ય ભાઈ-બહેનના પવિત્ર સંબંધની સ્થાપના અને પ્રેમભાવની સ્થાપના કરવાનો છે. આ દિવસે બહેન બેરી પુજન કરે છે અને ભાઈના દિર્ધાયુષ્ય માટેની પ્રાર્થના કરે છે.
ભાઈબીજ પર શું કરશો?
* બ્રહ્મ મુહુર્તમાં ઉઠીને ઘરના કામકાજ પરવારી શરીર પર તેલની માલીશ કરીને સ્નાન કરો.
* આ દિવસે ભાઈ પણ તેલની માલિશ કરીને ગંગા યમુનામાં સ્નાન કરે.
* બહેન નીચેના મંત્ર દ્વારા ભાઈને અભિનંદન કરે-
भ्रातस्तवानुजाताहं भुंक्ष्व भक्तमिमं शुभं।
प्रीतये यमराजस्य यमुनाया विशेषतः॥
ભાઈ બીજ અથવા કારતક સુદ-૨ હિંદુ પંચાગના વિક્રમ સંવત મુજબ વર્ષના પહેલા મહિનાનો બીજો દિવસ છે, જ્યારે શક સંવત મુજબ વર્ષના આઠમાં મહિનાનો બીજો દિવસ છે. આ દિવસે બહેનો પોતાના ભાઈના લાંબા આયુષ્ય અને સુખભર્યા જીવન માટે પ્રાર્થના કરે છે અને ભાઈ બહેનને ભેટ આપે છે. ગુજરાતમાં આ દિવસ બહેન ભાઈને પોતાને ઘેર ભોજન માટે આમંત્રણ પાઠવી ઉજવાતો હોય છે.
ભાઈ બીજનો તહેવાર ગુજરાત, મહારાષ્ટ્ર, હરિયાણા, ગોઆ, પશ્ચિમ બંગાળ, કર્ણાટક માં વધારે લોકપ્રિય છે. પૌરાણિક કથા મુજબ, યમુનાને યમની બહેન માનવામાં આવે છે. અને આ દિવસે યમરાજા બહેન યમુનાને ત્યાં ભોજન માટે ગયા હતા. એવી માન્યતા છે. ત્યારથી જ આ પર્વ મનાય છે.