Site icon Revoi.in

શું તમને ખબર છે? વેઈટ લિફ્ટિંગથી હાર્ટ એટેકનો પણ ખતરો રહે છે

Social Share

લોકો પોતાના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને કસરત કરતા રહેતા હોય છે. જીમમાં પણ સારો એવો સમય વિતાવે છે, પણ કેટલીક કરસત તમારા હાર્ટ માટે જોખમી પણ બની શકે છે જેના વિશે દરેક લોકોએ જાણ લેવા જેવી છે. જે લોકો જીમમાં કસરત કરે છે તે લોકો જ્યારે વેઈટ લિફ્ટિંગ કરતા હોય ત્યારે અસર સીધી હ્યદય પર થતી હોય છે અને જો વધારે વજન ઉંચકવામાં આવી જાય તો હાર્ટ એટેકનો પણ ખતરો પણ રહે છે. હવે જે લોકો ભૂલથી ખોટી કસરત કરતા હોય છે તેમણે આ વાતને જાણી લેવી જોઈએ.

અભ્યાસ મુજબ વેઈટ લિફ્ટિંગમાં વજન અને સમયનું ધ્યાન રાખવાથી હાર્ટ એટેકનું જોખમ ઘટાડી શકાય છે. નિષ્ણાતોના મતે, જેઓ વેઈટ લિફ્ટિંગ કરે છે તેમણે તેનો સમય એક કલાકથી ઓછો રાખવો જોઈએ. અભ્યાસમાં એ વાત પણ સામે આવી છે કે જે લોકો એક કલાકથી વધુ સમય સુધી ભારે વજન ઉપાડે છે, તેમને બોડી બિલ્ડિંગમાં અન્ય લોકો કરતા ઓછો ફાયદો થાય છે.

અભ્યાસમાં એ પણ નોંધવામાં આવ્યું છે કે જે લોકોએ એક કલાકથી વધુ સમય સુધી કસરત પૂર્ણ કરી હતી તેઓમાં મેટાબોલિક સિન્ડ્રોમના વિકાસમાં 29 ટકાનો ઘટાડો થયો હતો. આવી સ્થિતિમાં હાર્ટ એટેક, સ્ટ્રોક અને ડાયાબિટીસનો ખતરો વધી જાય છે. નિષ્ણાતોનું કહેવું છે કે વેઈટ લિફ્ટિંગ કરનારાઓએ દરરોજ વધુમાં વધુ 40 મિનિટ કસરત કરવી જોઈએ.

લોકો નિયમિતપણે ભારે કસરત કરવા સાથે જિમમાં 50 માઈલ કે તેથી વધુ દોડે છે. અતિશય થાક પણ તમને નુકસાન પહોંચાડે છે. થોડા સમય પહેલા, દોડવીરો પર એક અભ્યાસ કરવામાં આવ્યો હતો, જેમાં જાણવા મળ્યું હતું કે વધુ પડતી દોડવાને કારણે પાછળથી એથ્લેટ્સના લોહીના નમૂનાઓમાં હાર્ટ ડેમેજ સાથે સંકળાયેલ બાયોમાર્કર્સ જોવા મળે છે.