- ઘૂપ લોબાનથી ઘરમાં જંતુનો નાશ થાયછે
- પોઝિટિવ એનર્જી ઉત્પન્ન થાય છે
- ઘરનું વાતાવરણ ઘૂપ કરવાથી શુદ્ધ બને છે
ભારત દેશની સંસ્કૃતિ વિશ્વભરમાં વખાણાય છે, કારણ કે ભારતમાં હિન્દુ ઘર્મ નથી પણ સંસ્કૃતિ છે જેની નાની નાની બાબતો વૈજ્ઞાનિક સાથે પણ જોડાયેલી છે,પૂજાપાઠ,આરતી,યજ્ઞ આ દરેક બાબતનું ખાસ મહત્વ રહેલું હોય છે, ભગવાનના મંદિરમાં અને ફોચાઓ પર ઘણા ઘરોમાં સાંજ પડતાની સાથે ઘૂપ કરવામાં આવે છે એજ રીતે મુસ્લિમ ઘરોમાં લોબાન કરવામાં આવે છે,.
જો કે ઘણી વખત આપણાને વિચાર આવતો હોય છે કે લોબાન અને ઘૂપ સાંજે જ શા માટે કરવામાં આવે છે અને એને કરવાથી ઘરને શું ફાયદો થાય છે, તો ચાલો આજે વાત કરીએ ઘૂપ કરવાથી થસા લાભ વિશેકહેવામાં આવે છે કે ઘૂપથી એક સારી ઊર્જા ઘરમાં ઉત્પન્ન થાય છે અને આપણા વિચારો સકારાત્મક બને છએ,આ તો રહી ઘાર્મિક બાબત પરંતુ વૈજ્ઞીનિક રીતે પણ ઘૂપ કરવાથી ઘણા ફાયદાઓ થાય છે.
ઘૂપ કરવાથી ઘણા ફાયદાઓ થાય છે.
- ઘૂપ કરવાથી પવિત્ર વાતાવરણ અને પવિત્ર ઊર્જાને લીધે તમારું મન સરળતાથી ભગવાનમાં લીન થાય છે.પૂજામાં ઉપયોગમાં લેવામાં આવતો ધૂપ વાસ્તવમાં એક પ્રકારની જડીબુટ્ટી સમાન જ હોય છે
- ઘૂપમાં નાખવામાં આવતી જડીબૂટ્ટીઓના કારણે કે જ્યારે ધૂપ પ્રજ્વલિત થાય ત્યારે ઘર ખુશ્બુથી મહેકી ઉઠે છે
- આ ઘૂપના ઘૂમાડોથી અને સુગંધથી વાતાવરણમાં રહેલ જીવ-જંતુઓ નાશ પામે છે.અને વાતાવરણ શુદ્ધ બને છે
- ઘૂપ એ નકારાત્મક ઊર્જાને દૂર કરીને સકારાત્મક ઊર્જાનો સંચાર કરે છે. ધૂપ કરવાથી ઘરમાં વાતાવરણ પ્રફુલ્લિત બને છે
- જે ઘરમાં ઘૂપ થતી હોય છે તેના આસપાસની જગ્યાઓ પણ સારી ઊર્જા ઉત્પન્ન થાય છે અને એટલે જ નાના બાળકોના માથ પર હાથ વડે અગરબત્તી કે ઘૂપનો ઘૂમાડો ફેરવવામાં આવે છે.
- ઘૂપ કરતા સાધકને શાંતિ મળે છે. મન પ્રસન્નતા અનુભવે છે. જો કોઈ વ્યક્તિ તણાવમાં હોય તો તેને પણ આ સુગંધથી રાહત મળે છે
- આ સાથે જ ધૂપની સુગંધથી મન મજબૂત બને છે. તેનાથી મન શાંત રહે છે તણાવ દૂર થાય છે.
- જો વાત કરવામાં આવે ધાર્મિક માન્યતાની તો ઘૂપથી ભગવાન પ્રસન્ન થાય છે. શા ધૂપ દેવતાઓને અત્યંત પ્રિય છે. સાથે જ એમ પણ જણાવવામાં આવ્યું છે કે ધૂપ કરવાથી દેવતાઓની કૃપા મેળવી શકાય છે.
- આ સાથે જ ધૂપને લીધે ઘરમાં શુદ્ધતાની સાથે માતા લક્ષ્મીજી પણ બિરાજમાન થતાં હોવાની માન્યતા છે.
- આપણા મન તથા બાળકોના મન એકાગ્રતામાં ફેરવાય છે, કામમાં ધ્યાન લાગે છે અનેક સારી ઊર્જા શરીર સાથે જોડાય છે.
- ઘૂપમાં આવતી દરેક વસ્તુઓ ભળતા તેનો જે ઘીમાડો થાય છે તેનાથી આપણા ઘરના જંતુઓ નાશ પામે છે છેવટે આપણે શુદ્ધ હવા લઈ શકીએ છીએ આ રીતે ઘૂપ કરવાથી ઘાર્મિક લાભ તો થાય જ છે તે સાથે વાતાવરણ શુદ્ધ બને છે.