આપણે જાણીએ છીએ તેમ દરરોજ દિવસ દરમિયાન આઠથી દસ ગ્લાસ પાણી પીવું આપણા શરીર માટે જરુરી છે. પાણી પુરતા પ્રમાણમાં પીવાથી શરીરને અનેક ફાયદાઓ થાય છે.પરંતુ સવારે જાગીને તરત પાણી પીવાથી અનેક લાભ થાય છે, ભૂખ્યા પેટે સવારમાં પીવાતું પાણી ગુણ કરે છે
પુરતા પ્રમાણમાં પાણી પીવાથી શરીરમાં રહેલો કચરો મળ વટે બહાર આવે છે,ઘણા લોકો તો શરિરની કોઈ પણ સમસ્યા માટે ‘પાણી’ને જ પોતાનો ઉપાય માને છે, રેશમી વાળ કે ચમકતી ત્વચા મેળવવા માટે વધારે પાણી પીવાની સલાહ આપવામાં આવે છે.
ખાલી પેટે પાણી પીવાના ફાયદાઓ
- ખાલી પેટે પીવાતું પાણી શરિરને તંદુરસ્ત રાખવામાં મહત્વની ભૂમિકા ભજવે છે
- માનવ શરિરમાં પાણીની માત્રા 50 થી 60 ટકા રહેલી હોય છે
- પાણ આપણા શરિરના તમામ અંગોનું રક્ષણ કરવાનું કાર્ય કરે છે
- આપણી પોષિકાઓ સુધી ઓક્સિજન અને પોષકક તત્વ પહોંચડાવાનું કાર્ય પાણી કરે છે
- શરિરના તાપમાનને પાણી થકી નિયંત્રીત રાખી શકાય છે
- સવારે ઉઠતાની સાથે વાસી મો એ 2 થી 3 ગ્લાસ પાણી પીવું જોઈએ જેથી દિવસ દરમિયાન આપણાને સ્ફૂર્તિ રહે છે
- ખાલી પેટે પાણી પીવાથી શરિરનું રક્ત સાફ રહે છે અને શરિરમાં રેહલી ગંદકી પણ દુર થાય છે
- સવારે તાજુ અને ચોખ્ખુ પાણ પીવાથી પેટની ફરીયાદ દુર થાય છે, અને પેટ સાફ રહે છે
- લોહીની ઉણપ પણ ખાલી પેટે પાણી પીવાથી દુર થતી હોય છે
- લાલ રક્તના સેલ્સમાં પાણી પીવાથી ઝડપથી વધારો થાય
- ખુબ જ વધુ અને ઓછુ બન્ને વજન વાળા લોકોને વજન નિયંત્ણમાં લાવવા માટે ખાલી પેટે પાણી પીવું જરુરી છે
- માથામાં થતો દુખાવો પણ ખાલી પેટે પાણી પીવાથી મટી જાય છે
- આપણા ચહેરાની ત્વચા પણ પાણી પીવાથી ચમકે છે
આમ સવારે ભૂખ્યા પેટે પાણી પીવાથી અનેક ફાયદાઓ થાય છે. તો ચાલો આપણે પણ આજથી જ પાણી પીવાનું શરુ કરીએ અને શરિરને તંદુરસ્ત બનાવીએ.