આપણા હિંદુ ધર્મમાં દરેક કામને શાસ્ત્ર, નિયમો અનુસાર કરવામાં આવે છે. તે વાતમાં કોઈ શંકા નથી કે પાણીના માટલા પાસે દીવો કરવાથી ભગવાનની કૃપા આપણા પર બની રહે છે અને પૂર્વજો પણ ખુશ રહે છે પણ દીવો કરવાની પણ એક રીત હોય છે. દીવો માત્ર કરવા માટે નથી કરવાનો હોતો.
જાણકારોના કહેવા પ્રમાણે પૂજા સમયે દીવો પ્રગટાવવો અત્યંત જરૂરી મનાય છે. પણ, આ દીવો ક્યાં રાખવો તે બાબત સૌથી વધુ મહત્વની છે. જો તમે ઘીનો દીવો પ્રગટાવી રહ્યા છો તો તેને પોતાની ડાબી બાજુ તરફ અને ભગવાનની સામે રાખવો જોઈએ. તેમજ તેલના દીવાને જમણા હાથ તરફ રાખવો જોઈએ.
દીવાના સ્થાન જેટલું જ મહત્વ દીવો કરવા માટે વપરાતી વાટનું છે. ઘીના દીવામાં હંમેશા રૂની વાટનો ઉપયોગ કરવો જોઈએ, પરંતુ તેલના દીવામાં લાલ નાડાછડીની બનેલી વાટનો ઉપયોગ કરવો શ્રેષ્ઠ માનવામાં આવે છે. પૂજા જેટલી વહેલી સવારમાં કરવામાં આવે એટલું જ શુભ માનવામાં આવે છે. કારણ કે સવારનાં સમયે યોગ્ય રીતે ધ્યાન કેન્દ્રિત થઈ શકે છે. પૂજા દરમિયાન દીવો પ્રગટાવવા માટેનો સર્વોત્તમ સમય છે.
અખંડ દીવો પ્રગટાવવા માટે ધાતુનાં દીવાનો ઉપયોગ કરવો જોઈએ. માટીના દીવાનો ઉપયોગ કરી રહ્યા છો તો તે ખંડિત હોવો જોઈએ નહીં. તે સિવાય દીવો પ્રગટાવ્યા બાદ તે બુઝાઇ ન જાય તેનું ખાસ ધ્યાન રાખવું. જો કોઈ કારણોસર દીવો બુઝાઈ જાય છે, તો તેને તુરંત પ્રગટાવીને ભગવાન પાસે ક્ષમા-યાચના કરી લેવી જોઇએ.