કોફીનું સેવન તમને પસંદ છે? તો જાણી લો પહેલા આ મહત્વની જાણકારી
મોટાભાગના લોકોને દિવસમાં 2-3 વાર કોફીનું સેવન પસંદ હોય છે તો કેટલાક લોકોને ચા પીવાનું પસંદ હોય છે. કોફીને પણ લોકો ચાની જેમ જ પીવે છે પણ જે લોકો કોફી રોજ અને વધારે પ્રમાણમાં પીવે છે તેમણે કેટલીક વાતોને જાણી લેવી જોઈએ.
વાત એવી છે કે કોફી પીવાથી ફાયદા પણ થાય છે અને નુક્સાન પણ થાય છે. કોફી ગરમ, ઠંડી, દૂધ સાથે, બરફના રૂપમાં પી શકાય છે. કોફી એ એન્ટિઓક્સિડન્ટ્સનું પાવરહાઉસ છે જે આપણા શરીરને રોગ સામે લડવામાં મદદ કરે છે. તે આપણને રોગોથી મુક્ત રાખવામાં મદદ કરે છે. પરંતુ તે વ્યસનકારક છે. કેફીન ઊંઘ ઘટાડે છે જે આપણા શરીરમાં તણાવ પેદા કરી શકે છે.
આ ઉપરાંત જો કોફીના ફાયદા વિશે વાત કરવામાં આવે તો કોફીમાં કેટલાક પોષક તત્વો યોગ્ય અને ફાયદાકારક હોય છે જેમ કે વિટામિન B2 જે રિબોફ્લેવિન છે, વિટામિન B5 જે પેન્ટોથેનિક એસિડ છે, વિટામિન B1 જે થાઇમિન છે, વિટામિન B3 જે નિયાસિન અને ફોલેટ, મેંગેનીઝ, પોટેશિયમ, ફોસ્ફરસ અને મેગ્નેશિયમ છે. જેવા તત્વો જે રોગો સામે લડે છે. કોફી મગજને યોગ્ય રીતે કાર્ય કરવામાં મદદ કરે છે.
જો વાત કરવામાં આવે કોફીથી થતા નુક્સાન વિશેની તો કોફી પીવાથી ચિંતા અને અનિદ્રા જેવી ઘણી ખરાબ અસરો પણ થાય છે. કોફી વ્યસનકારક છે. વ્યસન કેફીન કારણે થાય છે. તેથી, કોફીને સંપૂર્ણપણે છોડી દેવું સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે.