Site icon Revoi.in

શું તમને રાત્રે અચાનક પરસેવો થવા લાગે છે? તો ચેતી જજો,હોઈ શકે આ ગંભીર બીમારી

Social Share

જ્યારે પણ કોઈ પણ વ્યક્તિને બીમારી થાય ત્યારે એવું કહેવામાં આવે કે જો કોઈ પણ બીમારીને શરૂઆતના સમયમાં ઓળખી લેવામાં આવે તો તેની સારવાર કરવી ઘણી આસાન થઈ જતી હોય છે. એવામાં જો વાત કરવામાં આવે કેન્સરની તો તે પણ એવી બીમારી છે જેનો ઈલાજ શરૂઆતના સમયમાં જો કરી લેવામાં આવે તો આગળ જતા તકલીફ ઓછી થઈ જાય છે અને તેની સારવાર પણ થઈ શકે છે.
કેન્સર બીમારી એવી છે કે જે અચાનક થતી નથી પરંતુ જો તે થાય તે પહેલા અનેક પ્રકારના લક્ષણો શરીરમાં જોવા મળતા હોય છે. મોટાભાગના લોકો દ્વારા દરેક પ્રકારની બીમારીના લક્ષણોની અવગણના કરવામાં આવતી હોય છે પરંતુ કેટલાક લોકો દ્વારા શરૂઆત લક્ષણો પણ ધ્યાન આપવામાં આવે છે અને તેનાથી તેમને જાનહાનીનું નુક્સાન થતું નથી.

કેન્સરની બીમારીમાં એક લક્ષણ એવું પણ છે કે વ્યક્તિને રાત્રે અચાનક પરસેવો પણ થવા લાગે છે. રાત્રે પરસેવો કેન્સરનું લક્ષણ હોઈ શકે છે. અતિશય પરસેવો અથવા રાત્રે ખૂબ જ ગરમી લાગવી એ અમુક દવાઓની આડઅસર ગણવામાં આવે છે. આ સ્થિતિ સામાન્ય રીતે મેનોપોઝ દરમિયાન જોવા મળે છે. પરંતુ આ સિવાય લ્યુકેમિયા જેવા કેન્સરમાં લોકોને રાત્રે પરસેવો આવવા જેવી સ્થિતિ જોવા મળે છે.
ન સમજાય તેવી પીડાને કેન્સરનું લક્ષણ માનવામાં આવે છે. આ પીડા ઉંમર સાથે વધી શકે છે, તેથી જ્યારે દુખાવો વધવા લાગે છે, ત્યારે લોકોએ તેને ગંભીરતાથી લેવો જોઈએ.

તાજેતરમાં એક સંસ્થા દ્વારા 2,468 થી વધુ લોકોનો સર્વે કરવામાં આવ્યો છે. આ સર્વેમાં જાણવા મળ્યું છે કે 48 ટકા લોકોમાં કેન્સરના ગંભીર લક્ષણો જોવા મળ્યા હતા પરંતુ તેઓ તેના વિશે વધુ જાણતા ન હતા. આ લક્ષણોમાં ન સમજાય તે પ્રમાણે વજનમાં ઘટાડો અને શરીરમાં ગઠ્ઠો દેખાવા જેવી સમસ્યાઓ પણ જોવા મળી હતી. મિશેલ, કેન્સર રિસર્ચ યુકેના ચીફ એક્ઝિક્યુટિવ, કેન્સર રિસર્ચ યુકેના જણાવ્યા અનુસાર, કેન્સરના દર્દીઓને જીવવા માટે આ લક્ષણોને ઓળખવું મહત્વપૂર્ણ છે.

આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે અને તેની પુષ્ટિ કરવામાં આવતી નથી.