તે વાતમાં કોઈ શંકા નથી કે ક્યારેક જીવનમાં એવો સમય આવે છે કે જેના કારણે વ્યક્તિ કંટાળી જાય છે અને તેને ક્યારે શું વસ્તું કરવી તેના વિશે પણ ભાન રહેતું નથી. લોકો જ્યારે આવો સમય સહન કરવા લાગે ત્યારે પોતાને ડિપ્રેશનમાં હોય તેવો અનુભવ કરતા હોય છે. જો વાત કરવામાં આવી આ સમસ્યાથી સ્વસ્થ થવાની તો કેટલીક ટ્રીકનો ઉપયોગ જરૂરથી કરવો જોઈએ.
જેમ કે જયારે કોઈ મામલે ખુબ જ ચિંતા કે સ્ટ્રેસ સતાવે ત્યારે તેની માટેનો નજરીયો બદલો. સતત નેગેટિવ રહેવાને બદલે આમ તો થાય તેમાં શું ? જેવી માનસિકતા રોપો. મન સતત ઉદાસ રહેવા લાગે, કઈ ન ગમે..રડવું આવે , ખોટા વિચારો આવે તો સમજવું કે તમને કોઈ માનસિક સમસ્યા છે. આવી ટેમ્પરરી સ્થિતિ પણ હોય.. કેમ કે મન ની સ્થિતિ સતત બદલાતી રહે.. પરંતુ સતત આવું લાગ્યા કરે તો તેમાં થી બહાર નીકળવાના પ્રયત્નો કરો.
આ ઉપરાંત ઍન્ક્ઝાઈટી તે બહુ સામાન્ય બીમારી છે.. તેમાં થી તમે જાતે જ બહાર આવી શકો છો. આ માટે રૂટિન બદલી નાખો.. સતત વ્યસ્ત રહો, મસ્ત રહેવાનો પ્રયત્ન કરો. વધુ ને વધુ મિત્રો બનાવો.. સારું ન લાગે ત્યારે શોપિંગ તે બેસ્ટ પર્યાય છે. ઘર ની બહાર તુરંત નીકળી જાવ. વધુ સમસ્યા માં દવા થી રાહત મેળવી શકાય. ભગવાન માં ખુબ જ વિશ્વાસ રાખો.. તેમની મરજી વગર પત્તુ પણ નથી હલતું. તો પછી જે થવાનું છે તે થશે જે તમારા હાથમાં નથી તેના માટે શા માટે નાહક ના પરેશાન થવું અને ખાસ તો આવી સ્થિતિ માં એક જ વસ્તુ પર ફોકસ કરો કે , તમારી જિંદગી બદલાવ માંગી રહી છે. રૂટિન ધરમૂળ થી બદલી નાખો., મસ્ત, ફ્રેશ અને એકદમ સુંદર તૈયાર થઇ ને રહો..મઝા આવી જશે જીવવાની.