Site icon Revoi.in

શું તમે આઈપેડનો ઉપયોગ કરો છો? તો વાંચી લો આ સમાચાર

Social Share

વોટ્સએપ ટ્રેકિંગ પ્લેટફોર્મ WABetaInfo દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર હવે જે લોકો આઈપેડનો ઉપયોગ કરે છે તેમને સ્પેસિફિક વોટ્સએપ મળશે. આ એપ માત્ર આઈપેડના યુઝર્સ માટે જ હશે. WABetaInfo દ્વારા ટ્વિટમાં આપવામાં આવેલી માહિતી જણાવવામાં આવ્યું કે આ સુવિધા પર કામ ચાલી રહ્યું છે. આ સાથે, એક સ્ક્રીનશોટ આપવામાં આવ્યો છે અને કહેવામાં આવ્યું છે કે આ સુવિધા ભવિષ્યમાં યુઝર્સ માટે ઉપલબ્ધ થઈ શકે છે.

ટેક્નોલોજીની દુનિયામાં જેટલું નવું આવે એટલું ઓછુ, આ વાક્ય સાથે કદાચ સૌ કોઈ સહેમત હશે, કારણ કે ટેક્નોલોજીની દુનિયામાં રોજ નવું નવું આવતું રહે છે અને તેના કારણે લોકો આ વાતને માની શકે. WABetaInfo એ iPad પર WhatsApp ની ઉપલબ્ધતા સંબંધિત કેટલાક પ્રશ્નોના જવાબ આપ્યા છે. આ મુજબ આઈપેડ માટે વોટ્સએપ વેબ એપ નહીં પણ તે દેશી એપ હશે.

આ ઉપરાંત જો વાત કરવામાં આવે તો WABetaInfo દ્વારા તે પણ જણાવવામાં આવ્યં કે આઈપેડ પર વોટ્સએપનો ઉપયોગ કરવા માટે તમારે તમારો ફોન કનેક્ટ કરવાની જરૂર નથી. WABetaInfo અનુસાર, તે અલગથી કામ કરશે. આ સાથે, એવું કહેવામાં આવ્યું છે કે iOS WhatsApp બીટા વપરાશકર્તાઓને ભવિષ્યમાં આપમેળે આઈપેડ વર્ઝન મળશે.

TechRadar ને આપેલા ઇન્ટરવ્યુમાં, WhatsApp ના પ્રવક્તાએ સમજાવ્યું કે આ મલ્ટી-ડિવાઇસ ફીચર કેવી રીતે કામ કરશે. તેમણે કહ્યું કે મલ્ટિ-ડિવાઇસનો અર્થ એ છે કે યુઝર્સની સમાન કાર્યક્ષમતા હશે જે WhatsApp વેબ, ડેસ્કટોપ અને પોર્ટલના વર્તમાન સાર્વજનિક સંસ્કરણ પર ઉપલબ્ધ છે અને યુઝર તેમના ફોનને કનેક્ટ કર્યા વિના તેનો ઉપયોગ કરી શકે છે.