- ઈન્સ્ટાગ્રામએ લોન્ચ કર્યા સ્ટિકર્સ
- દિવાળી સ્પેશિયલ સ્ટિકર્સને કરો શેર
- જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ
તહેવારનો સમય છે અને લોકો પોતાના સગાસબંધીઓને શુભેચ્છા આપવા માટે ફોટો, મેસેજ અને સ્ટિકર્સનો ઉપયોગ કરતા હોય છે. આવામાં ઈન્સ્ટાગ્રામએ પણ નવા સ્ટિકર્સને લોન્ચ કર્યા છે. ઈન્સ્ટાગ્રામએ દિવાળી 2021ના અવસર પર તેના વપરાશકર્તાઓ માટે 3 નવા સ્ટીકરો લોન્ચ કર્યા છે. વપરાશકર્તાઓ આ સ્ટીકરો દ્વારા તેમના મિત્રો અને પરિવારને દિવાળીની શુભકામનાઓ આપી શકે છે.
આ સ્ટીકર્સ 1 નવેમ્બરની રાતથી જ ઉપલબ્ધ થઇ ગયા છે. તે જ સમયે, મલ્ટી-ઓથર સ્ટોરી સુવિધા આજથી એટલે કે 2 નવેમ્બરથી લાઇવ થશે. આ નવા ફીચર સિવાય, લોકો હવે ફેસબુક મેસેન્જર અને ઇન્સ્ટાગ્રામ વચ્ચે તેમના કોન્ટેક્ટ એક્સપોર્ટ કરી શકશે. હાલમાં જ યુઝર્સને આ સુવિધા મળવા લાગી છે. ઉપરાંત, વપરાશકર્તાઓ હવે ક્રોસ-ગ્રૂપ ચેટ પણ કરી શકે છે. કંપનીએ આ ફીચરને Facebook મેસેન્જરમાં અપડેટ તરીકે રજૂ કર્યું છે.
જો કે અન્ય એપ્લિકેશન પર પણ તહેવારને લઈને આ પ્રકારના સ્ટિકર્સ અને અન્ય મેસેજ જોવા મળતા હોય છે. દિવાળીમાં આ પ્રકારના સ્ટિકર્સને તેનાથી લોકોને આ સ્ટિકર્સ વધારે પસંદ પણ આવી રહ્યું છે.