કહેવાય છે કે બજરંબલીને કળયુગના દેવ કહેવામાં આવે છે, અજર-અમર બજરંગબલીની પૂજા શુભ છે અને પૂજા કરનારને તુરંત પરિણામ આપે છે. ભક્તોના સંકટને હરવા માટે સંકટમોચન હંમેશા હાજર રહે છે.બજરંગબલીનો ભક્તિ અને શ્રદ્ધા સાથે પાઠ કરવામાં આવે તો તે હંમેશા ભક્તોની મદદ માટે દોડી આવે છે.શનિવાર હનુમાનજીની પૂજા માટે સમર્પિત છે, પરંતુ આ દિવસે તેમની પૂજાનું સંપૂર્ણ ફળ ત્યારે જ મળે છે જ્યારે તમે તેમની સંપૂર્ણ વિધિપૂર્વક પૂજા કરો છો.
સામાન્ય રીતે પૂજા કરતી વખતે વાસ્તુ નિયમો અને દિશાનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. એવી જ રીતે હનુમાનજીના ચિત્ર કે મુર્તિને સાચી દિશામાં રાખવી જોઇએ. હંમેશા દક્ષિણ દિશામાં રાખેલી હનુમાનની પ્રતિમાંની પૂજા કરવી જોઇએ, કારણકે હનુમાનજીએ આ દિશામાં પોતાની શક્તિોનું વધારે પ્રદર્શન કર્યુ હતું.
હનુમાનજીની પૂજામાં સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખો, તન- મનની પવિત્રતા બાદ સ્વચ્છ સ્થાન અને સાફ આસન પર બેસીને પૂજા કરવી જોઇએ.
હનુમાનજીની પૂજા કરતી વખતે લાલ રંગના આસન પર હનુમાનજીની તસવીર અથવા મૂર્તિ રાખો અને તેમની પૂજામાં લાલ રંગના ફૂલ અને ફળો રાખો અને પ્રસાદમાં ગોળ અને ચણા અવશ્ય ચઢાવો