તમારા બાળકોને રંગબેરંગી માછલીઓ ગમે છે ? તો ગુજરાતના સૌથી મોટા એક્વેરિયમની લો મુલાકાત
- ગુજરાતમાં આવેલું છે સૌથી મોટૂ એક્વેરિયમ
- અમદાવાદના સાયન્સસિટીમાં રંગીન માછલીઓ જોવાની અનેરી મજા
હાલ વેકેશન ચાલી રહ્યું છે ઘણા લોકો મામાના ઘરે જાય છે,તો ઘણા લોકો બહાર ફરવા જાય છે,જો તમારા બાળકોને રંગબેરંગી માછલીો જોવાનો શોખ હોય અને તમે અમદાવાદની આજૂબાજૂ રહેતા હોવ તો આપણ ાગુજરાતનું સૌથી મોટૂ એક્વેરિયમ અમદાવાદમાં જ આવેલું છે,તો તમારે તમારા બાળકને અહી લઈ જવું જોઈએ સલાથે મોટા લોકોને પણ ટેલીજ મજા આવશે.
અમદાવાદના સાયન્સ સિટીમાં આ એક્વેરિયમ દેશનું સૌથી મોટું એક્વેરિયમ છે. આ એક્વેરિયમમાં વિશ્વભરની દરિયાઈ પ્રજાતિઓને નજરની સામે તરતી જોવા મળશે.એક્વેરિયમમાં દેશ વિદેશની અલગ અલગ જાતની લગભગ 11690 જેટલી માછલીઓ લોકોના આકર્ષણનું કેન્દ્ર બની રહી છે.
આ એક્વેરિયમની વચ્ચે એક ટનલ બનાવવામાં આવી છે, જેમાં પહોંચતા જ તમે પાણીની જીવ સૃષ્ટિમાં પહોંચી ગયા હોવ તેવો અનુભવ થશે. અહી તમને સેડલ્ડ સી બ્રિમ, સેલેમા પોઝી, ગોલ્ડ બ્લોચ ગ્રુપર, મુન જેલીફિશ, કોમન કટલ ફિશ, સેન્ડબાર્ક સાર્ક, સેલ્ફીન ટેંગ, કન્ચીફ્ટ ટેંગ, પાઉડર બ્લ્યુ ટેંગ, ગ્રે રીફ શાર્ક, ઝીબ્રા શાર્ક જેવી માછલીઓ જોવાનો અનેરો આનંદ મળશે
એક્વેરિયમમાં જળચર આધારિત એનિમેશન ફિલ્મ, કલાત્મક સ્થાપનો, ઈન્ટરેક્ટીવ પ્રદર્શન, 5 ડી થિયેટર અને ઓટોનોમી ઓફ ફિશ તથા તમારી પોતાની માછલી બનાવવાનું આકર્ષણ જોવા મળશે.આ એક્વેટિક ગેલેરીમાં 188 પ્રકારની લગભગ 12 હજાર જેટલી માછલીઓ જોઈ શકાશે.