આમ તો દરેક બાળક નિર્દોષ હોય છે,તેઓને જલ્દી રડવું આવે છે જલ્દી તેઓ ખુશ પ મથી જાય છે ત્યારે કેટલાક બાળકો જલ્દી ગુસ્સો પમ કરી દે છે,તો બીજી તરફ ઘણા બાળકો તો ગુસ્સામાં ને ગુસ્સામાં ઘરની ચીજ વસ્તુઓ ફેંકવા લાગે છે,આવી સ્થિતિમાં તેમના માટે જીદ કરવી કે ગુસ્સો કરવો સામાન્ય વાત છે, પરંતુ ઘણી વખત બાળકોમાં આ આદત જોવા મળે છે કે તેઓ દરેક બાબતમાં જીદ કરતા રહે છે. જો તેમની વાત ન સાંભળવામાં આવે તો તેઓ વસ્તુઓ ફેંકીને પોતાનો ગુસ્સો દર્શાવે છે
બાળકોની આ આદત છોડાવવા માટે માતા-પિતા તેમને ઠપકો આપવા લાગે છે, પરંતુ બાળક તેનાથી ખરાબ થવા લાગે છે. જો તમારા ઘરના બાળકોને પણ ગુસ્સામાં વસ્તુઓ ફેંકવાની આદત હોય તો તેના માટે તમે કેટલાક સરળ ઘરેલું ઉપાય અપનાવી શકો છો.
- જ્યારે તમારું બાળક ગુસ્સામાં વસ્તુઓ ફેંકી દે ત્યારે તેને ઠપકો આપશો નહીં અથવા તેને મારશો નહીં. તેનાથી તમારા બાળકનું વર્તન ખરાબ થશે. આવી સ્થિતિમાં તેને બને તેટલા પ્રેમથી સમજાવો.
- આવી સ્થિતિમાં પ્રેમથી બાળકેન પૈસાનું મહત્વ સમજાવો,પાસા એટચલે કે મહેનત કરવાથી પૈસા મળે છે એટલે વસ્તુઓ ખરીદવા માટે પૈસાની જરુર પડે છે તે સમજાવો
બાળકોને સમજાવો કે તેનાથી વસ્તુઓ તૂટી શકે છે અથવા તેમને અથવા અન્ય કોઈને ઈજા થઈ શકે છે. - જો તમારું બાળક સમજાવ્યા પછી પણ સંમત ન થાય તો તમારા માટે કેટલાક નિયમો બનાવો. બાળકને સમજાવો કે જો તેમની પાસેથી કંઈ પડી જાય અથવા તૂટી જાય, તો તે વસ્તુ તેમની તેની ફેવરિટ વસ્તુ છીનવી લેવામાં આવશે. અથવા તો કહો કે જો તે આમ કરશે તો તેને ચોકલેટ કે આઈસક્રિમ ખાવા આપવામાં આવશે નહી, અથવા તેના ફરવા પર પ્રતિબંઘ લગાવાની વાત કરો
- બાળકો સાથે નાની નાની વાતમાં માથાકૂટ કરવાનું ટાળીદો ઘણી વખત વધુ જીદ કરે ત્યારે તેને તેના હાલ પર છોડી દો અને તેના પરથી ધ્યાન હટાવી લો એટલે થોડી વારમાં તે પોતે શઆંત થઈ જશે
- કોશિશ કરો કે માતા-પિતા પોતે બાળકોની સામે ગુસ્સે ન થાય અને કોઈ વસ્તુ ફેંકે નહીં. જો તમે પણ આવું કરશો તો તમારું બાળક પણ તેમાંથી જ શીખશે.
- જ્યારે તમારું બાળક કંઈક સાચું બોલે છે અથવા કોઈ સારું કામ કરે છે, ત્યારે તે સમયે બાળકના વખાણ કરીને તેને પ્રોત્સાહિત કરો.
- જ્યારે પણ બાળક વસ્તુ ફેંકે તો પ્રેમથી પાછી લાવીને તેને આપો .,આમ સતત કરવાથી બાળક પોતે થાકી જશે અને આમ નહી કરે પણ જો જીદ વધે તો તેના પર નિયમ બનાવો અગાઉ જણાવ્યા પ્રમાણે