- રાજકોટ શહેરમાં ડોક્ટરની હડતાળ
- દર્દીઓની તકલીફ વધી
- સત્તાધીશો દ્વારા લેવાયો નિર્ણય
રાજકોટ :રાજકોટમાં ડોક્ટરો હડતાળ પર ઉતરી ગયા છે જેના કારણે હજારો દર્દીઓને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે.જાણકારી અનુસાર 200થી વધારે ડોક્ટર અત્યારે હડતાળ પર જતા રહ્યા છે અને દર્દીઓને સામાન્ય સારવાર પણ મળી રહી નથી.
આ બાબતે ડોક્ટરોનું કહેવું છે કે તેમની કેટલીક માંગ તંત્ર દ્વારા પુરી કરવામાં આવી નથી. રેસિડેન્ટ ડોકટરો પોતાની માંગ સાથે હડતાળ પર ઉતરી ગયા છે જેના કારણે તંત્ર દ્વારા મેડિકલ કોલેજના ટ્યુટર્સ અને મેડિકલ ઓફિસરને ફરજ પર રહેવા સૂચના આપવામાં આવી છે.
તંત્ર દ્વારા આ નિર્ણય એટલા માટે લેવામાં આવ્યો કારણ કે મોટી સંખ્યામાં ડોક્ટરો હડતાળ પર ઉતરી જતા લોકો સામાન્ય સેવાનો પણ લાભ લઈ શકતા ન હતા. દર્દીઓ પરેશાન ન થાય તે માટે હોસ્પિટલ સત્તાધીશો દ્વારા નિણર્ય લેવામાં આવ્યો છે.