Site icon Revoi.in

અમદાવાદમાં ખાનગી હોસ્પિટલોને રેમડેસિવિર આપવાનું બંધ કરવાના નિર્ણયથી તબીબોમાં નારાજગી

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારીને પગલે હોસ્પિટલો હાઉસફુલ થઈ ગઈ છે. તેમજ હોસ્પિટલોમાં ઓક્સિજન અને રેમડેસિવિર ઈન્જેકશનની અછત ઉભી થઈ છે. હાલ સરકારી હોસ્પિટલો ઉપર ખાનગી હોસ્પિટલોમાં પણ મોટી સંખ્યામાં કોરોના પીડિતો સારવાર લઈ રહ્યાં છે. દરમિયાન અમદાવાદ શહેરમાં મનપા દ્વારા ખાનગી હોસ્પિટલોને રેમડેસિવિર ઈન્જેકશન આપવાનું બંધ કરતા દર્દીઓની મુશ્કેલીમાં વધારો થયો છે. એએમસીના આ નિર્ણયથી ખાનગી હોસ્પિટલોના તબીબોમાં નારાજગી ફેલાઈ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદમાં કોરોનાના પોઝિટિવ કેસ રોકેડ ગતિએ વધી રહ્યાં છે. દર્દીઓને સારવાર મળી રહે તે માટે શહેરમાં 150થી વધારે ખાનગી હોસ્પિટલોને મંજૂરી આપવામાં આવી છે. સરકારી હોસ્પિટલો ઉપરાંત ખાનગી હોસ્પિટલોમાં પણ મોટી સંખ્યામાં કોરોનાના દર્દીઓ સારવાર લઈ રહ્યાં છે. દરમિયાન AMCએ ખાનગી હોસ્પિટલ્સને રેમડેસિવિર આપવાની ના પાડી દીધી છે. આ સ્થિતિમાં દર્દીની હાલત વધુ કફોડી બની છે. AMCએ પણ રેમડેસિવિર ઇંજેકશન પ્રાઇવેટને ન આપવા માટેનો નિર્ણય કર્યો છે.

અત્રે ઉલ્લેખનિય છે કે અમદાવામાં 150થી વધુ કોવિડની ડેઝિગ્નેટેડ હોસ્પિટલ છે. આ તમામ હોસ્પિટલ રેમેડેસિવિરને માટે કોર્પરેશન પર આધારિત હતી. હવે AMCએ રેમડેસિવિર ઇંજેકશન પ્રાઇવેટ હોસ્પિટલમાં ન આપવાની જાહેરાત કરતા ખાનગી હોસ્પિટલના ડોક્ટર્સ અને તેના દર્દી મૂંઝાયા છે. કોર્પોરેશનના આ નિર્ણયથી ખાનગી હોસ્પિટલોના તબીબોમાં રોષ ફેલાયો છે.