Site icon Revoi.in

કોરોનાને લઈને ડોક્ટરની સ્પષ્ટતા,સંક્રમિત દર્દીને ત્રણ દિવસ તાવ ન આવે તો નેગેટિવ

Social Share

અમદાવાદ: કોરોનાવાયરસ મહામારી અત્યારની સ્થિતિમાં એવી બની ગઈ છે કે તે નિયંત્રણ બહાર જતી હોય તેમ લાગી રહ્યું છે. આવામાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયની ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. નવી ગાઈડલાઈન અનુસાર કોરોના/ઓમિક્રોન પેશન્ટને 7 દિવસ ક્વોરન્ટીન રહેવાનું રહે છે.

આ ઉપરાંત ક્વોરન્ટાઈન વિશે પણ ગુજરાતના મેડિકલ ક્ષેત્રના જાણકારો દ્વારા કહેવામાં આવ્યું કે લક્ષણ વગરના અથવા હળવાં લક્ષણવાળા કોરોનાના દર્દીઓને હવે પોતાના ઘરે 14 દિવસની જગ્યાએ માત્ર 7 દિવસ આઈસોલેટ અથવા ક્વોરન્ટીન રહેવું પડશે. આ 7 દિવસના આઇસોલેશનની શરૂઆત કોરોના ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યાના દિવસથી ગણવામાં આવશે.આઈસોલેશન દરમિયાન જો દર્દીને સતત 3 દિવસ સુધી તાવ નથી આવતો તો તે આઠમા દિવસથી કોરોના નેગેટિવ માનવામાં આવશે.

ઓમિક્રોનના લક્ષણ એ છે કે ફેફસાનું ઇન્વોલમેન્ટ જેમાં ખરેખર ઓક્સિજનની જરૂર ઉપસ્થિત થાય, વેન્ટિલેશનની જરૂર ઉપસ્થિત થાય. માથાનો દુઃખાવો, ગળાની ખરાશ અને હાઇગ્રેડ ફિવર આટલા ચિન્હો સામાન્ય રીતે જોવા મળે છે. ડેલ્ટા કરતા ઓમિક્રોનમાં ઓછા દર્દીઓને ઓક્સિજન-વેન્ટિલેટરની જરૂર પડી એક પ્રારંભિક તારણ છે.

ડોક્ટર તથા જાણકારો દ્વારા કેવા લોકોને હોમક્વોરન્ટાઈન કરવામાં આવશે તેના વિશે પણ કહેવામાં આવ્યું કે જેમના ઘરે દર્દીની સાથે તેમના સંપર્કમાં આવેલા પરિવારને પણ ક્વોરન્ટીન કરવાની વ્યવસ્થા હોય. દર્દીની સંભાળ લેવા માટે વ્યક્તિએ 24 કલાક ત્યાં હાજર રહેવું જોઈએ.

સંભાળ રાખનાર અને ડૉક્ટર સંપર્કમાં ત્યાં સુધી રહેશે જ્યાં સુધી દર્દીનો આઈસોલેશન પિરિયડ પૂરો નથી થતો. એક કંટ્રોલ રૂમનો નંબર પરિવારની પાસે રહેશે અને સમયાંતરે આઈસોલેટેડ દર્દીને ગાઈડ કરવામાં આવશે.