નવી દિલ્હી: કોલકાતા દુષ્કર્મ અને હત્યાની ઘટના બાદ ઉગ્ર પ્રદર્શન કરી રહેલા ડોકટરો સુપ્રીમ કોર્ટની ન્યાયની ખાતરી બાદ કામ ઉપર આજથી પરત ફર્યા છે. આજથી ઓપીડી તેમજ અન્ય તબીબી સેવાઓ નિયમિત થઈ જશે. સુપ્રીમ કોર્ટના આશ્વાસન બાદ ગત સાંજે ડોકટરોએ હડતાળ સમેટવાનો નિર્ણય લીધો હતો. દરમિયાન કોલકત્તામાં ચાલી રહેલી સીબીઆઇની તપાસમાં પૂર્વ આચાર્ય સંદીપ ઘોષ સહિત 4 ડોકટરની નો પણ પોલિગ્રાફિ ટેસ્ટ થઈ શકે છે. અત્યાર સુધી સીબીઆઇ સંદીપ ઘોષની 88 કલાકની પૂછપરછ કરી ચૂકી છે.
સુપ્રીમ કોર્ટે ડૉક્ટરોને કામ પર પાછા ફરવાની અપીલ કરી
ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં આ મામલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન ચીફ જસ્ટિસ ઑફ ઈન્ડિયા ડીવાય ચંદ્રચુડે ડૉક્ટરોને હડતાળ ખતમ કરવાની અપીલ કરી હતી. આ સાથે CJI DY ચંદ્રચુરે તમામ ડૉકટરોને ખાતરી આપી હતી કે જો તેઓ કામ પર પાછા ફરશે તો તેમની સામે કોઈ કાર્યવાહી કરશે નહીં. સુપ્રીમ કોર્ટના આ નિવેદન બાદ જ સૌથી પહેલા દિલ્હીની એઈમ્સ હોસ્પિટલના ડૉક્ટરોએ છેલ્લા 11 દિવસથી ચાલી રહેલી હડતાળ ખતમ કરી નાખી. આ પછી રેસિડેન્ટ ડોક્ટર્સ એસોસિએશન, VMMC અને હવે બીજી હોસ્પિટલે પણ રેપ કેસને લઈને ચાલી રહેલી દેશવ્યાપી હડતાળ પાછી ખેંચી લીધી છે.
પીડિતાનું નામ દૂર કરવા સૂચના આપી
મંગળવારે સુપ્રીમ કોર્ટે તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલના તાલીમાર્થી ડૉક્ટરનું નામ, ફોટો અને વીડિયો હટાવવાનો આદેશ આપ્યો હતો, જેની સાથે બળાત્કાર અને હત્યા કરવામાં આવી હતી. મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડની અધ્યક્ષતાવાળી બેંચે કહ્યું કે જાતીય સતામણી પીડિતાની ઓળખ જાહેર કરવી એ નિપુન સક્સેના કેસમાં આપેલા આદેશનું ઉલ્લંઘન છે. આ પછી, IT મંત્રાલયે બુધવારે વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મને કોલકાતાની RG કાર મેડિકલ કોલેજના તાલીમાર્થી ડૉક્ટરનું નામ, ફોટો અને વીડિયો હટાવવા માટે સુપ્રીમ કોર્ટના આદેશનું તાત્કાલિક પાલન કરવા જણાવ્યું હતું.
#KolkataDoctorsStrike#SupremeCourtJudgment#MedicalStrike#DoctorProtest#JusticeForVictims#CBIInvestigation#MedicalServices#IndiaHealthcare#DoctorRights#MedicalEthics#LegalUpdates#SupremeCourt#HealthcareProtest#SocialMediaRegulations#VictimPrivacy