ગુજરાતમાં સરકારી હોસ્પિટલોના તબીબોએ કોલકાત્તાના દુષ્કર્મ-હત્યાના વિરોધમાં પાડી હડતાળ
અમદાવાદઃ કોલકાતા આર.જી. મેડિકલ કોલેજમાં ટ્રેની ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યાનો વિરોધમાં દેશભરમાં સરકારી હોસ્પિટલોના તબીબોએ ભારે વિરોધ કરીને હડતાળ પાડી હતી ત્યારે ગુજરાતમાં સરકારી હોસ્પિટલના ડોક્ટરો અને રેસિડેન્ટ ડોક્ટરોએ હડતાળ પાડીને દુષ્કર્મ અને હત્યાના આરોપીઓને કડક સજા આપવા અને આ બનાવની તટસ્થ તપાસ કરવાની માગ કરી હતી. તબીબો હડતાળ પર જતાં દર્દીઓને હાલાકી વેઠવી પડી હતી.
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બીજે મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ અને જુનિયર ડૉક્ટરોએ ગઈકાલે પર વિશાળ રેલી યોજી હતી. હોસ્ટેલ કેન્ટીનથી કોલેજ સુધી રેલી કાઢી ડૉક્ટરોએ સુત્રોચ્ચાર સાથે ન્યાયની માંગ કરી હતી. જોકે, બીજી તરફ ડોક્ટરોની હડતાળ વચ્ચે સુરત સિવિલમાં દર્દીઓની લાઈન લાગી હતી. તો વડોદરામાં વિરોધ પ્રદર્શન કરવા તબીબો એકઠા થયા હતા. તબીબોની હડતાળને પગલે સરકારી હોસ્પિટલોમાં સારવાર માટે આવેલા દર્દીઓ અટવાયા હતા. અમદાવાદમાં ડોકટરોની હડતાલની અસર દર્દીઓ ઉપર જોવા મળી હતી. વહેલી સવારે સિવિલ હોસ્પિટલની OPD ની બહાર દર્દીઓનું લાંબી લાઈન જોવા મળી હતી જો કે તપાસ કરવા દરેક OPD માં પ્રોફેસર અને વૈકલ્પિક સ્ટાફ સિવાય કોઈ જોવા મળ્યુ નહતું. અંદાજિત 300 થી 350 રેસીડેન્સલ ડોક્ટર હડતાલ ઉપર ઉતર્યા હતા.
સુરતની સિવિલ હોસ્પિટલમાં કેટલીક ઓપીડી ચાલુ હતી પણ. રેસિડેન્ટ ડોક્ટરો આવ્યા નહોતા. ડોક્ટરો આવે પછી ઓપીડી ચાલુ થશે તેવું જાણવા મળ્યું હતું ઓપીડી બહાર દર્દીઓની લાંબી લાઈન લાગી ગઈ હતી. બીજી તરફ વડોદરાની સયાજી હોસ્પિટલમાં 18 ઓપીડીમાં ફરજ બજાવતા તબીબો ઇમર્જન્સી સેવા સિવાયની તમામ સેવાઓથી વંચિત રહ્યા હતા. અમદાવાદ અને રાજકોટમાં સિવિલ હોસ્પિટલની મેડિકલ કોલેજોમાં મોટી સંખ્યામાં ડોક્ટરો એકત્ર થઈ વી ફોર જસ્ટીસ, તાનાશાહી નહીં ચલેગીના સુત્રોચ્ચાર કર્યા હતા. તેમજ ડોક્ટરોએ રોષ ઠાલવી કહ્યું હતું કે, જ્યાં સુધી ન્યાય નહીં ત્યાં સુધી હડતાળ પર રહીશું.
કોલકાતામાં રેસિડન્ટ ડૉક્ટર પર થયેલા પીશાચી બળાત્કારની ઘટનાના પડઘા ગુજરાતમાં પડ્યા છે. હવે ગુજરાતનો ડૉક્ટરો પણ આ દેશવ્યાપી હડતાળમાં જોડાયા છે. મહત્વનું છે કે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બીજે મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ અને જુનિયર ડૉક્ટરોએ ગઈકાલે પર વિશાળ રેલી યોજી હતી. હોસ્ટેલ કેન્ટીનથી કોલેજ સુધી રેલી કાઢી ડૉક્ટરોએ સુત્રોચ્ચાર સાથે ન્યાયની માંગ કરી હતી.
#DoctorStrike #MedicalCollegeProtest #ResidentDoctors #KolkataIncident #JusticeForDoctors #MedicalStrike #GujaratDoctors #HospitalStrike #PatientImpact #MedicalProtest #HealthcareCrisis #DoctorSolidarity #MedicalJustice #EmergencyServices #HealthcareProtest #JusticeForVictims