- કોલકાતા પોલીસે ત્રણ અધિકારીઓને સસ્પેન્ડ કર્યાં
- મહિલા તબીબ કેસને લઈને ડોકટરોમાં વિરોધ યથાવત
નવી દિલ્હીઃ કોલકાતાની મેડિકલ કોલેજમાં મહિલા તબીબ ઉપર બળાત્કાર ગુજર્યા બાદ તેની હત્યા કેસમાં સીબીઆઈએ તપાસનો ધમધમાટ તેજ બનાવ્યો છે. બીજી તરફ સમગ્ર ઘટનાને લઈને દેશભરના તબીબો વિરોધ કરી રહ્યાં છે. દરમિયાન આજે સમગ્ર ઘટનાને લઈને ન્યાયની માંગણીને લઈને તબીબીઓએ સીબીઆઈ કાર્યાલયની બહાર દેખાવો કર્યો હતો.
કોલકાતા પોલીસે આરજી કાર મેડિકલ કોલેજમાં તોડફોડ અને હિંસાના સંબંધમાં ત્રણ પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરી દીધા છે. સસ્પેન્ડ કરાયેલા પોલીસકર્મીઓમાં બે મદદનીશ પોલીસ કમિશનર રેન્કના અધિકારીઓનો સમાવેશ થાય છે. તેમાં એક ઇન્સ્પેક્ટરનો સમાવેશ થાય છે. દરમિયાન આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલ બળાત્કાર-હત્યા કેસમાં સુપ્રીમ કોર્ટની સુનાવણી પર કેન્દ્રીય મંત્રી સુકાંત મજમુદારે જણાવ્યું હતું કે, ‘જો રાજ્યમાં કોઈ હોસ્પિટલમાં સીઆઈએસએફને સુરક્ષા આપવાની જરૂર પડી છે, તો તે દર્શાવે છે કે સુપ્રીમ કોર્ટને વહીવટીતંત્ર ઉપર વિશ્વાસ નથી.
#JusticeForDrSukanya #DoctorsProtest #CBIInvestigation #WestBengalDoctors #MedicalCommunityProtests #DoctorsDemandJustice #SaveDoctors #JusticeForDoctors #HealthcareHeroes #StandWithDoctors