1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ખાનગી હોસ્પિટલોમાં ગ્રાઉન્ડ ફ્લોર પર ICU વોર્ડ રાખવાના વિરોધમાં તબીબો આજે હડતાળ પર જશે
ખાનગી હોસ્પિટલોમાં ગ્રાઉન્ડ ફ્લોર પર ICU વોર્ડ રાખવાના વિરોધમાં તબીબો આજે હડતાળ પર જશે

ખાનગી હોસ્પિટલોમાં ગ્રાઉન્ડ ફ્લોર પર ICU વોર્ડ રાખવાના વિરોધમાં તબીબો આજે હડતાળ પર જશે

0
Social Share

અમદાવાદઃ ખાનગી હોસ્પિટલોમાં ICU વોર્ડ ફરજિયાત ગ્રાઉન્ડ ફ્લોર પર તેવી જ હોસ્પિટલોને જ ફાયર એનઓસી અપાશે. એવા મ્યુનિ.કોર્પોરેશનના નિર્ણય સામે ખાનગી હોસ્પિટલના તબીબોએ હડતાળનું શસ્ત્ર ઉગામ્યું છે. આજે શુક્રવારે રાજ્યભરના ખાનગી હોસ્પિટલોના લગભગ 40 હજાર જેટલા તબીબો હડતાળમાં જોડાશે. એટલે 30 હજારથી વધુ સર્જરી અટકી જશે. એટલું જ નહીં ખાનગી હોસ્પિટલોએ OPD અને ઈમર્જન્સી સેવા પણ બંધ રાખવાનો નિર્ણય કર્યો હોવાથી આજે શુક્રવારે  દર્દીઓએ ખાનગી હોસ્પિટલના બદલે સરકારી હોસ્પિટલ પર ભરોસો રાખવો પડશે.

અમદાવાદ શહેરમાં ખાનગી હોસ્પિટલોને ફાયરની એનઓસી લેવી અઘરી બની ગઈ છે. મ્યુનિ.કોર્પોરેશને એવા કડક નિયમો બનાવ્યા છે. કે તેના લીધે મોટાભાગની ખાનગી હોસ્પિટલોને આઈસીયુ વોર્ડ બંધ કરવાની નોબત આવશે. નવા નિયમ મુજબ આઈસીયુ વોર્ડ ગ્રાઉન્ડ ફ્લોર પર જ હોવા જાઈએ. એમાં ગ્લાસના પાર્ટિશન ન હોવા જોઈએ, આ નિયમો સામે મેડિકલ એશો.એ વિરોધ કરતા જણાવ્યું હતું કે, સરકારી હોસ્પિટલોને આ નિયમ કેમ લાગુ નથી પડતો. ખાનગી હોસ્પિટલોમાં આઈસીયું વોર્ડ ગ્રાઉન્ડ ફ્લોર પર રાખવામાં ઘણીબધી મુશ્કેલી ઊભી થઈ શકે તેમ છે. ઓપરેશન થિયેટરની પાસે ડ આઈસીયુ વોર્ડ હોવો જોઈએ. એટલે જ્યાં ઓપરેશન થિયેટર છે, તેની બાજુમાં આઈસીયુ વોર્ડ બનાવ્યા છે. ગ્રાઉન્ડ ફ્લોર પર તે શક્ય નથી. બીજુ કેસ ગ્રાઉન્ડ ફ્લોર પર ઘોંઘાટ વધુ રહેતો હોય છે. આ સંદર્ભે મ્યુનિ.ના સત્તાધિશો વાત સાંભળવા પણ તૈયાર નથી. આથી ઇન્ડીયન મેડિકલ એસોસિયેશનની ગુજરાત બ્રાન્ચ દ્વારા 22 જુલાઈએ હડતાળનું એલાન આપવામાં આવ્યું છે.

સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર વિભાગ દ્વારા ICUવાને ગ્લાસ પાર્ટીશન દૂર કરવા મામલે આપવામાં આવેલા નિર્દેશ બાદ તબીબોમાં રોષ ફેલાયો છે. સાયન્ટિફિક રીતે ICU ગ્રાઉન્ડ ફ્લોર પર રાખવા શક્ય નથી અને બારીઓના કાચ દૂર કરવાના વિરોધમાં ઇન્ડીયન મેડિકલ એસોસિયેશન, ગુજરાત બ્રાન્ચ દ્વારા આજે 22 જુલાઈએ હડતાળનું એલાન આપવામાં આવ્યું છે. ડોકટરો દ્વારા હડતાળનો ખૂબ જ મજબૂત અને કડક રીતે તેનો અમલ કરવામાં આવશે. ગુજરાતના 40 હજારથી વધુ ડોકટરો ઇમરજન્સી અને OPD સેવા બંધ રાખી હડતાળ પાડી રહ્યા છે.જેમાં ઇમરજન્સી અને OPD સેવાઓ બંધ રાખવામાં આવશે.. જેથી ઇમરજન્સીમાં દર્દીઓએ સરકારી હોસ્પિટલોમાં સારવાર લેવા માટે જવું પડશે. ડોક્ટરોના જણાવ્યા મુજબ જે પણ દર્દીઓ હોસ્પિટલમાં દાખલ છે અને તેમની રેગ્યુલર વિઝીટ કરવાની હોય છે તે ચાલુ રહેશે. પરંતુ નવા કેસો અથવા નવા કોઈ દર્દીને દાખલ કરવાની તેમજ અન્ય સારવાર બંધ રાખવામાં આવશે. ડોક્ટરો દ્વારા આજે શુક્રવારે હડતાલના કારણે હજારો ઓપરેશનો રદ કરવા પડ્યા છે. ઈમરજન્સીમાં કોઈ ઘટના બને ત્યાં જો ઓપરેશન કે સર્જરી કરવાની થશે તો ખાનગી હોસ્પિટલોમાં થઈ શકશે નહીં. અમદાવાદ મેડિકલ એસોસિયેશનનાં પ્રેસિડેન્ટ ડોક્ટર દિલીપ ગઢવીએ કહ્યું કે માત્ર ગુજરાતમાં નહીં પણ વિશ્વમાં પણ ક્યાંય ICU ગ્રાઉન્ડ ફ્લોર પર નથી. 22 જુલાઈએ રાજ્યની તમામ ખાનગી હોસ્પિટલમાં ઈમરજન્સી અને OPD સેવાઓ બંધ કરી દેવાશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code