Site icon Revoi.in

સુરતમાં નકલી આધારકાર્ડ સહિતના દસ્તાવેજી બનાવાના કૌભાંડનો પર્દાફાશ, મુખ્ય સુત્રધાર ઝડપાયો

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં ગુનાખોરીને ડામવા માટે પોલીસે અભિયાન શરૂ કર્યું છે. દરમિયાન દક્ષિણ ગુજરાતના સુરતમાં નકલી આધારકાર્ડ બનાવવાના કૌભાંડનો પોલીસે પર્દાફાશ કર્યો હતો. તેમજ પોલીસે સમગ્ર રેકેટના મુખ્ય સુત્રધારને રાજસ્થાનના શ્રીગંગાનગરમાંથી ઝડપી લીધો હતો. આરોપીએ અત્યાર સુધીમાં 2500થી વધારે આઈડી બનાવીને વેચ્યાનું તપાસમાં ખુલ્યું છે. પોલીસે સમગ્ર રેકેટમાં સંડોવાયેલા અન્ય આરોપીઓને ઝડપી લેવા માટે કવાયત શરૂ કરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર નકલી આધારકાર્ડ કૌભાંડમાંથી પોલીસે રાજસ્થાનથી મુખ્ય સુત્રધાર સોમનાથને ઝડપી લીધો હતો. ધો-5 સુધીનો અભ્યાસ કરનાર આરોપીએ 31 જેટલી વબસાઈટ બનાવી હતી એટલું જ અનેક લોકોને નકલી આધારકાર્ડ બનાવવા માટે રૂ. 199માં ડીસ્ટ્રીબ્યુટર બનાવતો હતો. ટોળકી દ્વારા નકલી દસ્તાવેજો માત્ર રૂ. 15થી 20 જેવી નજીવી રકમમાં બનાવી આપતો હતો. મુખ્ય સૂત્રધારે અત્યાર સુધીમાં 2500 આઈડી વેચ્યાનો ખુલાસો થયો છે. જો કે, આ આંકડો હજુ વધવાની શકયતા છે. આરોપીએ અત્યાર સુધીમાં કેટલાનું કૌભાંડ આચર્યું છે તેની પોલીસે ઉંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે.

નકલી આધારકાર્ડ કૌભાંડમાં પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે, આ ઉપરાંત કૌભાંડમાં સંડોવાયેલા અન્ય આરોપીઓને ઝડપી લેવા કવાયત શરૂ કરી છે. પોલીસની તપાસમાં ચોંકવનારા ખુલાસા થવાની શકયતા છે. પોલીસે આરોપી સોમનાથના રિમાન્ડ મેળવવાની કવાયત શરૂ કરી છે. પોલીસની તપાસમાં ચોંકનાવારા ખુલાસા થવાની શકયતા છે.