Site icon Revoi.in

મહાત્મા ગાંધીના જીવન પર બનેલી ડોક્યુમેન્ટ્રીએ ન્યુયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં જીત્યો એવોર્ડ

Social Share

મુંબઈ : મહાત્મા ગાંધીના જીવન પર બનેલી ડોક્યુમેન્ટ્રીએ ન્યુયોર્કમાં ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં એવોર્ડ જીત્યો છે. ખાસ વાત એ છે કે તેનું નિર્માણ સાઉથ આફ્રિકાના ફિલ્મ નિર્માતા અને ભારતીય સંગીત નિર્દેશક એ. આર.રહેમાને આપ્યું છે. દક્ષિણ આફ્રિકાના આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત ફિલ્મ નિર્માતા અનંત સિંહની મહાત્મા ગાંધી પર આધારિત ડોક્યુમેન્ટ્રીએ 21 મી ‘ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ’માં બેસ્ટ ડોક્યુમેન્ટ્રી ફીચર એવોર્ડ જીત્યો છે.

રમેશ શર્માએ ‘અહિંસા-ગાંધી: ધ પાવર ઓફ ધ પાવરલેસ’ નામની આ ફિલ્મની સ્ક્રિપ્ટ લખી અને તેને જ તેનું દિગ્દર્શન કર્યું. તેનું નિર્માણ 2019 માં મહાત્મા ગાંધીની 150 મી જન્મજયંતિની ઉજવણી માટે સિંહની કંપની વીડિયોવિઝન દ્વારા કરવામાં આવ્યું હતું. કોવિડ -19 મહામારીને કારણે તેને રિલીઝ કરવામાં થોડો વિલંબ થયો હતો.ફિલ્મના નિર્દેશક શર્માએ કહ્યું કે, “અમે પ્રતિષ્ઠિત ન્યુયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં શ્રેષ્ઠ ડોક્યુમેન્ટ્રી ફીચર એવોર્ડ પ્રાપ્ત કરીને સન્માનિત અનુભવી રહ્યા છીએ.”

દક્ષિણ આફ્રિકા સાથે વિશેષ સંબંધ

તેમણે કહ્યું કે, અમારા માટે આ એવોર્ડ ગાંધીજીના ઉપદેશોનું મહત્વ અને વિશ્વભરમાં સ્વતંત્રતા સંગ્રામો પરના તેમના પ્રભાવની સાબિતી આપે છે અને અમે તે જ ફિલ્મમાં બતાવ્યું છે. અમને આનંદ છે કે અમે અમારી ફિલ્મ દ્વારા ગાંધીજીનો વારસો જીવંત રાખ્યો છે.

એ. આર. રહેમાને આપ્યું સંગીત

આ ફિલ્મમાં દુનિયાભરના ઘણા ઇતિહાસકારો અને વિદ્વાનો દુનિયા પર ગાંધીના પ્રભાવ વિશે તેમના મંતવ્યો શેર કર્યા છે. આમાં ગાંધીની પૌત્રી ઇલા ગાંધી અને અમેરિકામાં રહેતા તેમના પૌત્ર અરૂણ ગાંધી અને રાજમોહન ગાંધીનો સમાવેશ થાય છે. આ ફિલ્મમાં ‘અહિંસા’ ગીત યુ 2 એઆર રહેમાન દ્વારા ગાવામાં આવ્યું છે અને ગીતોના બોલ પણ એ.આર. રહેમાન દ્વારા લખવામાં આવ્યા છે.