બેલીફેટના કારણે શરીર જાડુ દેખાય છે? તો હવે ચિંતાના કરો – માત્ર આટલું કરો
- બેલીફેટના કારણે શરીર જાડુ દેખાય છે?
- શરીર હેલ્ધી દેખાય તો ચિંતા ન કરો
- અપવાના આ ટિપ્સ
કેટલાક લોકો પોતાના શરીરમાં બેલીનો ભાગ ગમતો હોતો નથી કારણ કે બેલીફેટના કારણે તેઓ વધારે જાડા શરીરવાળા દેખાતા હોય છે, પણ હવે તે લોકોએ ચિંતા કરવાની જરૂર નથી. જાણકારોના કહેવા અનુસાર હાઈ વેસ્ટ જીન્સ પહેરવા જોઈએ. આ જીન્સ બેલીફેટને છુપાવવા માટે બેસ્ટ આઉટફીટ છે. આ જિન્સ સાથે તમે રફલ ટોપ પહેરીને અપર બોડી ફેટને પણ છુપાવી શકો છો.
જો કે હંમેશા તમારું શરીર ત્યારે જ વધારે દેખાય જ્યારે કોઈ વ્યક્તિ ફીટ કપડા પહેરે, પણ જો તે પોતાની ફેશન બદલી નાખે તો તેને કોઈ તકલીફ રહેતી નથી. આ માટે ફ્લેર્ડ કુર્તી પેટની ચરબી છુપાવવા માટે ફ્લેર્ડ કુર્તી પણ સારો વિકલ્પ છે. આને પહેરવાથી તમારા પેટની ચરબીની સાથે હિપ્સની ચરબી પણ દેખાશે નહી, આના કારણે તમારો લુક અને સ્ટાઇલ ખૂબ જ સારી દેખાશે.
આ ઉપરાંત જો વાત કરવામાં આવે ગાઉનની તો પાર્ટી કે તહેવારની આ સિઝન માટે ગાઉન પણ સારો વિકલ્પ છે. ગાઉન પહેરવાથી તમારા પેટની ચરબી પણ સરળતાથી ઢંકાઈ જાય છે. તમે ડાર્ક કલરના ગાઉનથી ચરબી છુપાવી શકો છો.