ઉનાળા અને વરસાદમાં ઠંડા પાણીથી નહાવાથી ઠંડક મળે છે. આનાથી વ્યક્તિ તાજગી અનુભવે છે. ભેજ અને ગરમીથી પણ રાહત મળે છે. સ્વાસ્થ્ય માટે પણ અનેક રીતે ફાયદાકારક છે. સવારે વહેલા ઉઠીને ઠંડા પાણીથી સ્નાન કરવું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય બંને માટે ફાયદાકારક છે.
શું ઠંડા પાણીથી નહાવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે
રિસર્ચ અનુસાર, ઠંડા પાણીથી નહાવાથી શરીરમાં બ્લડ સર્ક્યુલેશન સુધરે છે. તેનાથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે. તે વ્હાઈટ બ્લડ સેલ્સને વધારી શકે છે, જે શરીરમાં બીમારી અને ચેપ સામે લડવામાં મદદરૂપ છે. જો કે, આ માટે વ્યક્તિએ સારો આહાર જાળવવો પડે છે, પૂરતી ઊંઘ અને કસરત પણ જરૂરી છે.
• ઠંડા પાણીથી નહાવાના ફાયદા
- માનસિક સ્વાસ્થ્યમાં સુધારોઃ ઠંડા પાણીથી નહાવાથી મન તાજગી અનુભવે છે. તેનાથી સ્ટ્રેસ અને ડિપ્રેશન દૂર થાય છે. ઠંડા પાણઈથી નહાવાથી શરીરમાં એન્ડોર્ફિન નામનું હોર્મોન્સ નીકળે છે, જેનાથી મૂડ સારું રહે છે.
- બ્લડ સર્ક્યુલેશન સારું થાય : ઠંડા પાણીથી નહાવાથી બ્લડ સર્ક્યુલેશનમાં ઘણો સુધારો થાય છે. આનાથી હૃદયનું સ્વાસ્થ્ય સ્વસ્થ રહે છે. તે બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવામાં પણ મદદ કરી શકે છે. હૃદય સંબંધિત બીમારીઓનો ખતરો ઘટાડી શકાય છે.
- મેટાબોલિઝમ વધે : ઠંડા પાણીથી નહાવાથી મેટાબોલિક રેટ વધે છે, તેનાથી શરીરની એનર્જી લેવાની ક્ષમતા વધે છે અને વજન ઘટાડવામાં મદદ મળે છે. ઠંડા પાણીથી નહાવાથી શરીરને સામાન્ય તાપમાન જાળવવા માટે વધુ મહેનત કરવી પડે છે, જે વધુ કેલરી બર્ન કરે છે.
ઠંડા પાણીથી નહાવાના ગેરફાયદા :
- ખૂબ ઠંડા પાણીમાં નહાવાથી હાઈપોથર્મિયા થવાનું જોખમ રહેલું છે. એટલે કે શરીરનું તાપમાન સામાન્ય કરતા ઓછું થઈ જાય છે.
- ઠંડા પાણીથી નહાવાથી સ્નાયુઓમાં તાણ આવી શકે છે.
- કેટલાક લોકોમાં ઠંડા પાણીમાં નહાવાથી સંવેદનશીલતા વધી શકે છે. તેનાથી શરદી અને ઉધરસ થઈ શકે છે.
#ColdWaterBenefits#HealthTips#ColdShower#Wellness#MentalHealth#BloodCirculation#ImmunityBoost#MetabolismBoost#StressRelief#EnergyBoost#HealthyHabits#ColdWaterTherapy#ShowerRoutine#FitnessTips#Hydrotherapy#HealthAndWellness#BodyCare#ColdWaterEffects#SelfCareRoutine#HealthyLifestyle