વાળની કાળજી લેવા માટે લોકો અનેક પ્રકારના નુસ્ખાઓ અપનાવતા હોય છે અને અન્ય ઉપાય પણ કરતા હોય છે. કેટલાક લોકોને નુસ્ખાઓ માફક આવે છે તો તેમના વાળ સુંદર થઈ જાય છે તો કેટલાક લોકોને નુસ્ખાઓ માફક નથી પણ આવતા. આવામાં જો વાત કરવામાં આવી ગ્રીન ટી અને વાળનું કનેક્શન તો તે જાણીને પણ તમે થોડીવાર માટે ચોંકી જશો.
વાત એવી છે કે જાણકારોના મંતવ્ય પ્રમાણે ગ્રીન ટીનો ઉપયોગ વાળ માટે પણ ઘણી રીતે કરી શકાય છે. તે વાળને સ્વસ્થ રાખવાનું કામ કરે છે. તે વાળને મુલાયમ બનાવવામાં મદદ કરે છે. ગ્રીન ટી(Green Tea) ડેન્ડ્રફ, વાળ ખરવા અને તૂટવાથી રાહત આપે છે. ગ્રીન ટીમાં એન્ટીઓક્સીડેન્ટ ગુણ હોય છે. તે વાળને નુકસાનથી બચાવવાનું કામ કરે છે.
આ ઉપરાંત જો વાત કરીએ તો વાળ ધોવા માટે ગ્રીન ટીનો પણ ઉપયોગ કરી શકો છો. તે વાળને પોષણ આપવાનું કામ કરે છે. તે વાળને ઝડપથી વધવામાં મદદ કરે છે. આ માટે સૌથી પહેલા ગ્રીન ટી બનાવી લો. તેને ઠંડુ થવા દો. તે પછી શેમ્પૂ કરો અને વાળને કન્ડિશનર કરો. પછી સ્પ્રે બોટલમાં ગ્રીન ટી નાખો. તેને ભીના વાળ પર સ્પ્રે કરો. તેને 30થી 45 મિનિટ સુધી વાળ પર આ રીતે રહેવા દો. તે પછી વાળને હળવા શેમ્પૂથી ધોઈ નાખો.
ઉલ્લેખનીય છે કે લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે અને તેની કોઈ પૃષ્ટિ કરવામાં આવતી નથી.