દરેક સ્ત્રીને પોતાના વાળ લાંબા અને સ્ટ્રેટ સૌથી વધારે પસંદ આવે છે, ક્યારેક તો તેના માટે પાર્લરમાં જઈને મોટી રકમ પણ ખર્ચ કરે છે. પણ કેટલીક વાર સ્ત્રીઓને આ ખર્ચ વધારે મોંઘો પડી જતો હોય છે અને પાર્લરમાં જવાનું ટાળતી હોય છે. પણ હવે મહિલાઓએ એ વાત પણ જાણવી જોઈએ કે હવે આ સામાન્ય ખર્ચથી પણ વાળને સ્ટ્રેટ કરી શકાશે.
જાણકારી અનુસાર નારિયેળ પાણી અને લીંબુનો ઉપયોગ કરીને પણ આ કામ કરી શકાય છે. નારિયેળ પાણી વાળને હાઇડ્રેટ કરે છે, અને લીંબુ તેમને મજબૂત અને ચમકદાર બનાવવામાં મદદ કરશે. એક બાઉલમાં નારિયેળ પાણીમાં એક લીંબુનો રસ ઉમેરો કરો. આ માસ્કને વાળ અને માથાની ચામડી પર લગાવો. આવું અઠવાડિયામાં 2 વાર કરો.
આ ઉપરાંત એલોવેરા પણ ફાયદાકારક છે. એલોવેરા વાળને સ્ટ્રેટ અને ચમકદાર બનાવવાની સાથે સાથે મજબૂત પણ બલાવે છે.એલોવેરાને વાળમાં ધીમે ધીમે લગાવો. આ એલોવેરા જેલ માસ્ક અઠવાડિયામાં 2 વાર લગાવો તમને તેના સારા પરિણામ જોવા મળશે. સાથે સાથે કેળા અને પપૈયાનો ઉપયોગ કરવો જોઈએ. સ્વાસ્થ્ય માટે ફાયદાકારક કેળા અને પપૈયાથી પણ તમે વાળની સંભાળ કરી શકો છો. એક બાઉલમાં પપૈયા અને કેળાને મેશ કરો. તમે તેમાં મધનો પણ ઉપયોગ કરી શકો છો. માથાની ચામડી અને વાળ પર આ હેર માસ્ક લગાવો. તે એક પ્રકારના કન્ડિશનર તરીકે પણ કામ કરશે