Site icon Revoi.in

શું આપણો રાષ્ટ્રધ્વજ પહેલાથી જ આ રંગનો છે, જાણો અહી તિરંગાની ડિઝાઈનમાં કરવામાં આવેલા ફેરફાર વિશે

Social Share

 

હાલ દેશ આઝાદીના 77 મા વર્ષની ઉજવણી કરી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત દરેકને તેમની સોશિયલ મીડિયા પ્રોફાઇલના ડીપીમાં ત્રિરંગો ધ્વજ લગાવવાની અપીલ કરી છે. જો કે આ તિરંગના રચના કઈ રીતે થઈ ,અત્યાર પહેલા તે કેવી ડિઝાઈનમાં હતો આ બધી વાત ોજાણવી પમ મહત્વની બને છે.તો ચાલો જાણીએ આપણ નેશનલ ફ્લેગ વિશેની કેટલીક ખાસ વાતો જે કદાચ તમે નહી જાણતા હોવ.

પ્રથમ વખત રાષ્ટ્રીય ધ્વજ ક્યા ફરકાયો હતો ?

આપણો પહેલો રાષ્ટ્રધ્વજ 7 ઓગસ્ટ 1906ના રોજ પારસી બાગાન ચોક (ગ્રીન પાર્ક), કલકત્તા (હાલ કોલકાતા) પર ફરકાવવામાં આવ્યો હતો. આ ધ્વજ લાલ, પીળા અને લીલા આડી પટ્ટાઓથી બનેલો હતો. તેની ઉપર લીલો, મધ્યમાં પીળો અને નીચે લાલ હતો. આ સાથે તેમાં કમળના ફૂલ અને ચંદ્ર અને સૂર્ય પણ બનાવવામાં આવ્યા હતા.

આપણો બીજો રાષ્ચ્રધ્વજ કંઈક આવો હતો

આ પછી 1907 માં મેડમ કામા અને તેમની સાથે કેટલાક દેશનિકાલ ક્રાંતિકારીઓ દ્વારા પેરિસમાં બીજો ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. આ ધ્વજ પણ પહેલા ધ્વજ જેવો જ હતો. આમાં પણ ચંદ્ર તારા  હતા, માત્ર રંગમાં થોડો ફેરફાર કરવામાં આવ્યો હતો.

વર્ષ 1971મા ત્રીજો ધ્વજ બનાવાયો

ત્રીજો ધ્વજ 1917માં આવ્યો . હોમ રૂલ ચળવળ દરમિયાન આ ધ્વજ ડો. એની બેસન્ટ અને લોકમાન્ય ટિળકે ફરકાવ્યો હતો. ધ્વજમાં એક પછી એક 5 લાલ અને 4 લીલા આડી પટ્ટાઓ હતી. આ ઉપરાંત, સપ્તર્ષિની દિશાના 7 નક્ષત્રો પણ હતા. ધ્વજની ડાબી અને ઉપરની ધાર પર (સ્તંભ તરફ) યુનિયન જેક હતો અને બીજા ખૂણા પર સફેદ અર્ધચંદ્રાકાર અને તારો હતો.

1921 ચોથો ધ્વજ બનાવાયો

અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના અધિવેશન દરમિયાન, આંધ્ર પ્રદેશના એક યુવકે અલગ ધ્વજ બનાવીને ગાંધીજીને આપ્યો. આ કાર્યક્રમ વર્ષ 1921માં બેઝવાડા (હાલના વિજયવાડા)માં કરવામાં આવ્યો હતો. યુવકે આ ધ્વજને બે રંગ આપ્યા હતા – લાલ અને લીલો. આ રંગો બે મુખ્ય સમુદાયો (હિન્દુ અને મુસ્લિમ) નું પ્રતિનિધિત્વ કરે છે. જો કે, ગાંધીએ સૂચવ્યું કે તેમાં ભારતના બાકીના સમુદાયનું પ્રતિનિધિત્વ કરવા માટે સફેદ પટ્ટી અને રાષ્ટ્રની પ્રગતિ દર્શાવવા માટે ચાલતું સ્પિનિંગ વ્હીલ હોવું જોઈએ.

5 મો ધ્વજ 

આ ક્રમમાં પાંચમો ધ્વજ આવ્યો. આ ધ્વજ વર્તમાન ધ્વજથી થોડો અલગ હતો. આમાં વ્હીલને બદલે સ્પિનિંગ વ્હીલ બનાવવામાં આવ્યું હતું.

છઠ્ઠો ધ્વજ આ રીતે ફાઈનલ થયો

રાષ્ટ્રધ્વજને વારંવાર બદલ્યા પછી, આખરે, 22 જુલાઈ 1947ના રોજ, બંધારણ સભાએ તેને મુક્ત ભારતીય રાષ્ટ્રધ્વજ તરીકે અપનાવ્યો. આઝાદી પછી પણ તેના રંગો અને તેનું મહત્વ રહ્યું. ધ્વજમાં ફરતા ચક્રને બદલે સમ્રાટ અશોકનું ધર્મ ચક્ર દર્શાવવામાં આવ્યું હતું. આ રીતે આપણાને આપણો ત્રિરંગો મળ્યો.