પેઢામાંથી લોહી આવે છે? તો હવે તેનાથી મળશે રાહત,અપનાવો ઘરેલું ઉપાય
- પેઢામાંથી લોહી આવે છે?
- તો હોઈ શકે આ સમસ્યા
- ઘરેલું ઉપાય અપનાવો
કેટલાક લોકોને આ પ્રકારની બીમારી હોય છે કે જ્યારે તેઓ કોઈ પણ પ્રકારની વસ્તુને જમવા જાય અથવા કોઈ કડક વસ્તુને જમવાનો પ્રયાસ કરે ત્યારે પેઢામાંથી લોહી આવતું હોય છે. આવું તે સમયે પણ થાય છે જ્યારે કોઈ વ્યક્તિ સવારે બ્રશ કરતું હોય છે, આ સમસ્યાથી લોકોને હેરાન પરેશાન તો થવું પડતું હોય છે પરંતુ હવે તેનાથી ડરવાની કે ચીંતા કરવાની જરૂર નથી કારણ કે આ સમસ્યાને ઘરેલું ઉપાયથી પણ ધુર કરી શકાય છે.
જે વ્યક્તિને આ પ્રકારની બીમારી હોય તે લોકોએ વિટામિન સી અને વિટામિન કેથી ભરપૂર ખોરાક હોય તેને જમવો જોઈએ. જાણકારી અનુસાર આ પ્રકારની શાકભાજીમાં ગાજર, પાલક અને બટાટાનો સમાવેશ થાય છે. આ પ્રકાર શાકભાજીથી રાહત મળી શકે છે.
આ ઉપરાંત જો વાત કરવામાં આવે તો લવિંગનો પણ આ સમસ્યામાં ઉપયોગ કરી શકાય છે. જાણકારોના કહેવા પ્રમાણે લવિંગનું તેલ પેઢામાંથી રક્તસ્ત્રાવ રોકવા માટે પણ ઉપયોગી અને અસરકારક છે.
જાણકારો દ્વારા તે પણ કહેવામાં આવ્યું છે કે હળદરનો પણ ઉપયોગ પેઢાની સમસ્યામાં મહત્વરૂપે મદદ કરી શકે છે. હળદરમાં એન્ટિમાઈક્રોબાયલ ગુણ હોય છે અને તેને એક ઔષધી તરીકે પણ જોવામાં આવે છે. અને તેનાથી અનેક પ્રકારની સમસ્યાઓને પણ દુર કરી શકાય છે.
ઉલ્લેખનીય છે કે આ પ્રકારની માહિતી માત્ર જાણકારી માટે એકત્રીત કરવામાં આવી છે, પણ જ્યારે પણ કોઈ પણ સમસ્યા સર્જાય તો ડોક્ટરની સલાહ અવશ્ય લેવી જોઈએ.