આજના સમયમાં લાંબો સમય બેટરી બેકઅપ વાળા ફોન લોકોને વધારે પસંદ આવે છે. લોકોની નોકરી અને કામ કરવાની પદ્ધતિ એવી છે કે તે લોકો વારંવાર ફોનને ચાર્જ કરી શકતા નથી તેના કારણે તેમણે આ પ્રકારના ફોન લેવા પડે છે. આવામાં કેટલાક લોકો એવા પણ હોય છે કે જે નવો ફોન લેવાની સ્થિતિમાં હોતા નથી આવામાં તે લોકોએ બેટલી લાંબો સમય સુધી ચાલે તે માટે આ પ્રકારના સ્ટેપ્સ લેવા જોઈએ.
દરેક Android સ્માર્ટફોનની સેટિંગ્સ એપ્લિકેશનમાં બેટરીનો વિકલ્પ હોય છે, જ્યાં તમને બેટરીની સમસ્યાઓને ઠીક કરવા અથવા બેટરી બચાવવા માટેના વિકલ્પો મળે છે. તમે તે તમામ એપ્સ પસંદ કરી શકો છો, જે વધુ બેટરી વાપરે છે. અહીં તમને ખબર પડશે કે કઈ એપ્સ કે ફીચર્સ બેટરીને વધારે પડતું ઉતારી રહ્યા છે, જેથી તમે તેને બંધ કરી શકો.
આ ઉપરાંત યુઝર્સ સ્માર્ટફોનનું જીપીએસ અને લોકેશન બંધ રાખો, બેટરી બચાવવા માટે ઓટો બ્રાઇટનેસ ચાલુ રાખો, સ્ક્રીન રિફ્રેશ રેટને 60Hz પર શિફ્ટ કરી શકો છો, બેટરી બચાવવા માટે ઓટો સ્ક્રીન સમય 30 સેકન્ડ પર સેટ કરો, યુઝર્સ બેકગ્રાઉન્ડમાં ચાલતી બિનજરૂરી એપ્સ પણ બંધ કરી શકે છે. 6.15 સેકન્ડની નિષ્ક્રિયતા પછી ઉપકરણને લૉક કરવું હંમેશા વધુ સારું છે. 7.ડાર્ક મોડનો ઉપયોગ કરવો વધુ સારું છે કારણ કે તે તમારા સ્માર્ટફોનની ઓછી બેટરી વાપરે છે. હંમેશા ચાલુ ડિસ્પ્લેને બંધ કરવાનો પ્રયાસ કરો.