બર્ડ્સ નેસ્ટ સૂપ લાંબા સમયથી બનાવવામાં આવી રહ્યો છે, પણ તે કેટલીક જગ્યાઓ સુધી મર્યાદિત હતો. હવે સોશિયલ મીડિયા તેને આખી દુનિયામાં લઈ ગયું છે. હવે તમે વિચારતા હશો કે આ બધું શું છે? વાસ્તવમાં, એશિયાના ઘણા દેશોમાં, એક પક્ષી જોવા મળે છે જે તેની લાળથી માળો બનાવે છે. આ માળાના સૂપને સ્કિનકેર માટે ખાસ ગણવામાં આવે છે.
આ સૂપને બર્ડ એડિબલ નેસ્ટ સૂપ અથવા સ્વિફ્ટલેટ્સ નેસ્ટ પણ કહેવામાં આવે છે. આ સૂપ દક્ષિણ પૂર્વ અને પૂર્વ એશિયામાં ખૂબ જ પસંદ કરવામાં આવે છે. સ્વિફ્ટલેટ્સ પીછાઓ અથવા સ્ટ્રો વડે તેમનો માળો બનાવતા નથી. આ પક્ષીનો માળો ખૂબ જ સ્વચ્છ અને મજબૂત હોય છે. એવું કહેવાય છે કે આ માળાઓમાં ઘણાં ન્યૂટ્રિશિયંસ અને એંન્ટી એજિંગ વેલ્યૂ હોય છે.
આ પક્ષીના માળાઓ લાલ, સફેદ, સોનેરી અને ક્રીમ રંગના હોય છે, જેના વિવિધ સ્વાસ્થ્ય લાભો છે. જો કે, આ માળો ખૂબ ખર્ચાળ છે. 500 ગ્રામના માળાની કિંમત 1.60 લાખ રૂપિયા સુધી છે. એવું માનવામાં આવે છે કે આ પક્ષીના માળામાં એમિનો એસિડ, પ્રોટીન, કેલ્શિયમ, આયર્ન, પોટેશિયમ અને મેગ્નેશિયમ જેવા મહત્વપૂર્ણ ખનિજો હોય છે, જે કોષોને પુનર્જીવિત કરવામાં અને રિપેર કરવામાં મદદ કરે છે.