શું આંખ ફરકવાથી સાચ્ચે જ થાય છે લાભ કે નુકશાન? જાણો આમ થવા પાછળનું સાચું કારણ
- આંખ ફરકવી એ એક બાયોલોજિકલ સિસ્ટમ છે
- આંખ ફરકવા સાથે લાભ કે નુકશાનને કઈ લેવા દેવા નથી
સામામન્ય રીતે આપણે સાંભળ્યું હશે કે આજે મારી ડાબી આંખ ફરકી રહી છે, તો સામે તરપ જ કોઈ હશે તો કહેશે કે તો તો ચોક્કસ આજે તને કંઈક લાભ થવાનો છે,( સ્ત્રીઓ માટે ડાબી આંખ ફરકે તો લાભ અને પુરુષો માટે જમણી આંખ ફરકે તો લાભ, નહી તો નુકશાન આવી માન્યતાઓ ઘણા લોકો ઘરાવે છે જે પ્રાચીન કાળથી ચાલી આવે છે,જો કે આ પોતપોતાના વિશ્વાસની વાત છે) જો કે આમ થવા માટે લાભ કે નુકશાન કોઈ જવાબદાર હોતું નથી, આપણા શરીરની રચના એ રીતે થી છે કે જે રીતે નાની નાની સમસ્યાઓ થતી હોઈ કોઈ ઉણપના કારણે તેજ રીતે આ આંખનુ ફરકરવાનું કારણ પણ કંઈક આલવું જ છે.
ચાલો જાણીએ શા માટે આ આંખ ફરકે છે તેના કેટલાક કારણો
જ્યારે આપણી આંખોમાં માંસ પેશિયો સાથે સંબંધિત સમસ્યા થતી હોય ત્યારે આંખ ફરકી શકે છે. જો લાંબા સમયથી તમારી આંખ ફરકી રહી છે, તો એકવાર આંખોની ચોક્કસ તપાસ કરાવી લેવી જોઈએ ,ઘણા કિસ્સાઓમાં આંખ એટેલ પણ ફરકતી હોય છે કે આંખના નંબર આવ્યા હોય,અથવા આંખમાં ઈન્ફેક્શન થયું હોય.
જ્યારે તમે ગાડી પર વધુ ફર્યા હોવ અને આંખમાં ખૂબ પવન લાગ્યો હોય ત્યારે આંખમાં બળતરા થાય છે અથવા પવનના કારણે આંખ દૂખે છે એવી સ્થિતિમાં પણ આંખ ફરકતી હોય છે.
જ્યારે વ્યક્તિ અતિશય ચિંતામાં ગરકાવ થાય ત્યારે પણ આવું બની શકે છે જેને આપણે તણાવના કારણે આંખો ફરકે છે એમ કહીએ તો ખોટૂ નથી છે. જ્યારે તણાવના કારણે તમે સારી રીતે ઉંઘી ન શકતા હોવ ત્યારે આંખ ફરકવાની સમસ્યા અવાર નવાર સર્જાતી હોય છે,એટલા માટે પુરતી ઊઁધ લેવી જરુરી છે.
જ્યારે તમે ખૂબજ હાર્ડવર્ક કર્યું હોય અને ખૂબ જ વધારે થાક લાગ્યો હોય ત્યારે પર પણ આંખોમાં આવી સમસ્યાઓ થાય છે. આ સાથે જ જો ટીવી વધારે જોયું હોય કે મોબાઈલ ફોન વાપર્યો હોય અથવા તો સ્ક્રીન પર બેઠા હોવ તો પણ આંખો ફરકી શકે છે.