શરીરને સ્વસ્થ અને તંદુરસ્ત રાખવા માટે રોગપ્રતિકારક શક્તિનું મજબૂત હોવું જરૂરી છે, પણ ક્યારેક લોકો પોતાના સ્વાસ્થ્ય પર ધ્યાન નથી આપતા ત્યારે બીમારી અને સમસ્યાઓ શરીરમાં ઘર કરી જતી હોય છે. ક્યારેક શરીરમાં નબળાઈ દેખાવા છત્તા પણ લોકો તેના પર ધ્યાન આપતા નથી અને પછી પાછળથી હેરાન થતા હોય છે પરંતુ દરેક લોકોએ જાણવું જોઈએ કે જો શરીરમાં આ પ્રકારના સંકેત દેખાય તો માની લેવું છે રોગપ્રતિકારક શક્તિ નબળી પડી છે.
સૌથી પહેલા તો રોગપ્રતિકારક શક્તિ આપણી પાચન તંત્રની સ્થિતિ સાથે જોડાયેલી છે. જો તમે નિયમિતપણે પેટની સમસ્યાઓથી પીડાતા હોવ જેમ કે ઝાડા, પેટનું ફૂલવું અને કબજિયાત તો આ નબળી રોગપ્રતિકારક શક્તિના ચેતવણી ચિહ્નો હોઈ શકે છે. તેથી, પેટ સંબંધિત કોઈપણ સમસ્યા પ્રત્યે બેદરકાર ન રહો.
આ ઉપરાંત જો વાત કરીએ તો શરીરમાં સુસ્તી અનુભવવી એ પણ નબળી રોગપ્રતિકારક શક્તિની નિશાની છે. તમારું શરીર હંમેશા પેથોજેન્સ સામે લડાઈ લડી રહ્યું છે, તેથી ઊર્જાનો વપરાશ વધે છે. જેના કારણે તમે નિયમિત ઊંઘ પછી પણ થાક અને સુસ્તી અનુભવો છો. નબળાઈ રોગપ્રતિકારક શક્તિને કારણે થાકની સાથે સુસ્તીનો અનુભવ થઈ શકે છે. સાથે સાથે કેટલીકવાર શરીરના કોઈપણ ભાગમાં થયેલો ઘા એક અઠવાડિયા સુધી પણ મટતો નથી. આ કારણ છે કે તમારી રોગપ્રતિકારક શક્તિ નબળી છે. જેના કારણે ઇજાગ્રસ્ત ત્વચા જલ્દીથી ઠીક થતી નથી. આપણી રોગપ્રતિકારક શક્તિ જેટલી મજબૂત હશે તેટલી ઝડપથી ઘા રૂઝાશે.