Site icon Revoi.in

ડોગ સ્યૂસાઈડ બ્રિજ -આ છે વિશ્વનો રહસ્મય પુલ જ્યાંથી પહોંચતાની સાથે જ શ્વાન કરી લે છે સ્યૂસાઈડ

Social Share

આપણે વિશ્વભરમાં ઘણી રહસ્યમય જગ્યાઓ જોઈ છે આજે એક એવી જ જગ્યા વિશે વાત કરવા જઈ રહ્યા છએ,આ વાત છે એક પુલની કે જ્યાથી જો કોઈ પણ ડોગ પસાર થાય છે તો નીચે નદીમાં ઝંપલાવીને આત્મહત્યા કરી લેછે અને તેના કારણએ જ આ પુલનું નામ પમ ડોગ સ્યૂસાઈડ બ્રિજ રાખવામાં આવ્યું છે. સ્કોટલેન્ડમાં એક એવો પુલ છે જ્યાંથી કૂતરાં કૂદીને આત્મહત્યા કરે છે.

આ વાત અજીબ લાગી શકે છે, પરંતુ સ્કોટલેન્ડનો આ પુલ માત્ર કૂતરાઓની આત્મહત્યા માટે જાણીતો છે. પુલની ઉંચાઈ 50 ફૂટ છે. કહેવાય છે કે જ્યારે પણ કૂતરો તેના પર ફરવા આવે છે, તો તે જાતે જ પુલ પરથી કૂદી પડે છે. આ જ કારણ છે કે આ બ્રિજને ‘ડોગ્સ સુસાઈડ બ્રિજ’ નામ આપવામાં આવ્યું છે.અંગ્રેજી ન્યૂઝ પેપર ન્યૂયોર્ક ટાઈમ્સમાં છપાયેલા સમાચાર અનુસાર આ પુલ પરથી સેંકડો કૂતરાઓ કૂદી પડ્યા છે, જેમાંથી 50ના મોત થયા છે. જોકે આ બ્રિજનું રહસ્ય શું છે, તે કોઈ જાણી શક્યું નથી.

સ્થાનિક લોકોનું કહેવું છે કે, કૂતરાઓની આત્મહત્યાને ધ્યાનમાં રાખીને તેને લગતી નોટિસ પણ લગાવવામાં આવી છે જેથી મુસાફરોને ખબર પડી શકે. આ પુલનું નિર્માણ વર્ષ 1950માં કરવામાં આવ્યું હતું. લોકોનું કહેવું છે કે જ્યારથી આ પુલ બન્યો છે ત્યારથી આવી ઘટનાઓ જોવા મળે છે.

આટલું જ નહીં, લોકોનું કહેવું છે કે એકવાર એક વ્યક્તિએ તેના પુત્રને પુલ પરથી ફેંકી દીધો અને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો.તો કેટલીક દંતકથાો પ્રમાણે કેટલાક લોકો માને છે કે આ જગ્યા ભૂત સાથે જોડાયેલી નકારાત્મક શક્તિઓ ધરાવે છે, જ્યારે કેટલાક લોકોનું કહેવું છે કે કૂતરાઓની અંદર ભૂત આવે છે અને તેઓ પોતાનો જીવ લેવા માટે પુલ પરથી કૂદી પડે છે. જે માલિકોનાં કૂતરા અહીંથી નીચે કૂદી પડ્યાં છે તેઓ પણ માને છે કે અહીં કંઈક અજુગતું છે, જેના કારણે પાળતુ પ્રાણી નીચે કૂદી પડે છે.જો કે સત્ય શું છે તે હજી સુધી જાણી શકાયું નથી પણ દંતકથાઓ અનેક છે.