- ડોમેસ્ટિક એરલાઈન્સે ભાડુ ઘટાડ્યું
- સરકારના આદેશ બાદ કર્યો આ ઘટાડો
દિલ્હીઃ- ડોમેસ્ટિક એરલાઈન્સ્ટના ટિકિટ ભાડાને લઈને છેલ્લા કેટલાક દિવસોથી વિપક્ષા દ્રારા સતત નિશાન સાધવામાં આવી રહ્યું હતું અને સવાલ પર સનાલ ઉઠાવવામાં આવી રહ્યા હતા ત્યારે હવે સરકારના આદેશ બાદ ઘરેલું વિમાન સેવાઓના કેટલાક રુટના ભાડામાં ઘટડો કરવામાં આવ્યો છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે કેન્દ્ર સરકારે ઘરેલુ વિમાનના યાત્રીઓને મોટી રાહત આપી છે. એવિએશન મિનિસ્ટર જ્યોતિરાદિત્ય સિંધિયાએ એરલાઈન્સને ભાડાં પર લગામ લગાવવા જણાવ્યા બાદ હવે તે પછી ઘણા રૂટ પર હવાઈ ભાડામાં ઘટાડો થયો છે.
આ બાબતને લઈને 5 જૂન, 2023 ના રોજ એરલાઇન્સ સાથે એક બેઠક યોજવામાં આવી હતી, જેમાં એરલાઇન્સને પસંદગીના રૂટ પર ભાડા સ્વ-નિયમન કરવાની સખત સલાહ આપવામાં આવી હતી, દિલ્હી-અમદાવાદના કિસ્સામાં પણ ન્યૂનતમ D-1 ભાડું જે સોમવાર સુધી 60 ટકા જેટલું ઊંચું હતું તે હવે ઘટીને 20 ટકા થઈ ગયું છે.
આ અગાઉ 7 જૂને નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું હતું કે એરલાઈન્સના સલાહકાર જૂથની બેઠક બાદ દિલ્હીથી કેટલાક રૂટ પર હવાઈ ભાડામાં 14 થી 61 ટકા સુધીનો ઘટાડો કરવામાં આવ્યો છે.
કેન્દ્રીય મંત્રીના હસ્તક્ષેપને કારણે સ્થાનિક હવાઈ ભાડામાં 60 ટકા સુધીનો ઘટાડો થયો છે.ડીજીસીએના ટેરિફ મોનિટરિંગ યુનિટના ડેટાને ટાંકીને મંત્રાલયનાએ જણાવ્યું હતું કે આ હસ્તક્ષેપના પરિણામે ભાવમાં 60 ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો છે. મંત્રી દ્વારા આ મમાલે રોજેરોજ ખબર એકત્રિત કરવામાં આવી રહી છે.