Site icon Revoi.in

ડોમેસ્ટિક ફ્લાઈટ ઈન્ડિગોની યાત્રા થઈ શકે છે મોંધીઃ-કંપની હવે નવો ચાર્જ વસુલવાની તૈયારીમાં

Social Share

દિલ્હીઃ- સમગ્ર દેશભરમાં પેટ્રોલ ડિઝલના ભાવે આગ લગાડી છે,ત્યારે બીજી તરફ શાકભાજી-તેલના પણ ભાવ આસમાને જોવા મળે છે, ત્યારે હવે યાત્રા પણ મોઁધી થવાના એંઘાણ વર્તાઈ રહ્યા છે, ખાસ કરીને ડોમેસ્ટિક ફ્લાઈટની યાત્રા જો ટૂંક સમયમાં મોંધી થાય તો તે નવાઈની વાત નહી હોય.

કારણ કે આ મામલે મળતી માહિતી પ્રમાણે એશિયાની સૌથી મોટી બજેટ એરલાઈન ઈન્ડિગો હવે તેના મુસાફરોને આંચકો આપવાનું મન બનાવી રહી છે. આ અંતર્ગત કંપની મુસાફરો પાસેથી નવો ચાર્જ વસૂલવા જઈ રહી છે. રિપોર્ટ અનુસાર, ઇન્ડિગો હવે મુસાફરો પાસેથી ચેક-ઇન બેગેજ માટે ચાર્જ લેવાનું આયોજન કરી રહી છે.

ઈન્ટરગ્લોબ એવિએશન લિમિટેડ દ્વારા સંચાલિત ઈન્ડિગો એરલાઈન્સના સીઈઓ રોનોજોય દત્તા કહે છે કે અત્યારે અમે આ અંગે સરકાર સાથે વાત કરી રહ્યા છીએ. કોઈપણ પ્રકારનો નિર્ણય લેતા પહેલા અમે બઘુ સામાન્ય કરવા માંગીએ છીએ. ઉલ્લેખનીય છે કે ગો એરલાઇન્સ ઇન્ડિયા લિમિટેડ તેના મુસાફરો પાસેથી ટિકિટ ઉપરાંત બેગેજ ચાર્જ પણ વસૂલવાની તૈયારી કરી રહી છે અને હવે આ યાદીમાં ઇન્ડિગોનું નામ પણ સામે આવ્યું છે.

રોનોજોય દત્તાએ ઇન્ડિગોની અગાઉની યોજના મુજબ સંસ્થાકીય રોકાણકારોને શેર વેચાણ દ્વારા ભંડોળ એકત્ર કરવાનો ઇનકાર કર્યો છે. તેમણે કહ્યું કે સરકારે કોવિડ પહેલાની જેમ ઓક્ટોબરમાં સ્થાનિક એરલાઈન્સને 100 ટકા ક્ષમતા સાથે ઉડાન ભરવાની મંજૂરી આપી છે, જોકે આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ પરનો પ્રતિબંધ 30 નવેમ્બર સુધી ચાલુ રહેશે. અમારી આવક પાછી આવી રહી છે તેથી અમારે અત્યારે ભંડોળ ઊભું કરવાની જરૂર નથી.