Site icon Revoi.in

‘ડોનાલ્ડ ટ્રમ્પ બંધારણને ખતમ કરવા માંગે છે’, પ્રેસિડેન્શિયલ ડિબેટમાં કમલા હેરિસનો દાવો

Social Share

નવી દિલ્હીઃ અમેરિકાની ચૂંટણીમાં કમલા હેરિસ અને ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકી ચૂંટણીમાં પહેલીવાર આમને-સામને છે, આજે લાઈવ પ્રેસિડેન્શિયલ ડિબેટ ચાલી રહી છે. ડોનાલ્ડ ટ્રમ્પ માટે આ ચૂંટણીમાં આ પહેલી ડિબેટ નથી. તેમણે અગાઉ વર્તમાન રાષ્ટ્રપતિ જો બાઈડેન સાથે ડિબેટ કરી હતી. આ ડિબેટમાં નબળા પ્રદર્શન પછી, રાષ્ટ્રપતિની રેસમાં બાઈડેનની ફિટનેસ અંગે સવાલો થઈ રહ્યા હતા. આખરે, 21મી જુલાઈએ બાઈડેન પોતે પીછેહઠ કરી અને વર્તમાન યુએસ વાઇસ પ્રેસિડેન્ટ કમલા હેરિસને ટેકો આપ્યો.

આ ડિબેટમાં ડોનાલ્ડ ટ્રમ્પે કમલા હેરિસ પર પ્રહાર કરતા કહ્યું કે ઇમિગ્રન્ટ્સ અમેરિકા પર કબજો કરી રહ્યા છે. તમારા શાસનમાં આ સમસ્યા વધી રહી છે. આનો સામનો કરતાં હેરિસે કહ્યું કે તમારી સરકારે સૌથી મોટી મંદી પાછળ છોડી છે, અમે એ જ વિનાશનો સામનો કરી રહ્યા છીએ. ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર કમલા હેરિકે મોટો દાવો કર્યો કે, ટ્રમ્પ અમેરિકામાં બંધારણ ખતમ કરવા માગે છે.