- અગાઉ પણ ચીન સામે આકરા પગલા લઈ ચૂક્યું છે અમેરિકા
- વીચેટ સહીતની અન્ય ચીની એપ પર લગાવવામાં આવી શકે છે પ્રતિબંધ
- આ આદેશ આગામી 45 દિવસમાં થશે લાગુ
દિલ્લી: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે Alipay અને WeChat pay સહિત અન્ય ઘણી ચીની એપ્લિકેશનો પર પ્રતિબંધ મૂકવાનો આદેશ આપ્યો છે.
ટ્રમ્પે જારી કરેલા કાર્યકારી ઓર્ડરમાં કહ્યું છે કે, ચીની કંપનીઓથી સંબંધિત એપ્લિકેશન ચીનની શી જિનપિંગ સરકાર સાથે યુઝરની માહિતી શેર કરી શકે છે. એવામાં યુએસમાં આવી એપ્સ પર પ્રતિબંધ મૂકવો જોઇએ.
આ કાર્યકારી આદેશ આગામી 45 દિવસમાં લાગુ કરવામાં આવશે. ચૂંટાયેલા રાષ્ટ્રપતિ જો બાયડન તેના થોડા અઠવાડિયા પહેલા વ્હાઇટ હાઉસમાં ડોનાલ્ડ ટ્રમ્પની જગ્યા લેશે.
ટ્રમ્પની આ એક્ઝિક્યુટિવ આવી સ્થિતિમાં આવી છે.જ્યારે અગાઉ ચાઇના સ્થિત કંપની ByteDance ની કંપની TikTok પર પ્રતિબંધ લગાવવાના તેના પ્રયાસો નિષ્ફળ ગયા છે. તેણે TikTok ઉપર પ્રતિબંધ મૂકવાનો કારોબારી આદેશ પણ પસાર કર્યો,જેને કોર્ટે નકારી કાઢ્યો. કોર્ટે પોતાના આદેશમાં કહ્યું કે, ટ્રમ્પે આ આદેશ પસાર કરવાના તેમના કાનૂની અધિકારનો ભંગ કર્યો છે.
-દેવાંશી