Site icon Revoi.in

રામ મંદિર નિર્માણ માટે દાનની સરવાણી: સીએમ યોગીની ગોરક્ષ પીઠે એક કરોડ રૂપિયા દાનમાં આપ્યા

Social Share

ગોરખપુરની ગોરક્ષ પીઠે અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે 1.01 કરોડ રૂપિયા દાનમાં આપ્યા છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટના જનરલ સેક્રેટરી ચંપત રાયે બુધવારે ગોરખનાથ મંદિરની મુલાકાત લીધી હતી. અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પાસેથી એક કરોડ એક લાખનો ચેક મેળવ્યો હતો,જે ગોરક્ષપીઠના પીઠાધિશ્વર પણ છે.

આ રકમમાં દેવીપાટન મંદિરના 51 લાખ રૂપિયા અને ગોરખનાથ મંદિરના 50 લાખ રૂપિયા સામેલ છે. ગોરખપુરના ઘણા ઉદ્યોગકારોએ પણ મંદિરના નિર્માણ માટે આશરે 5 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે. ચંપક રાયે જણાવ્યું હતું કે,ગોરક્ષ પીઠના મહંત દિગ્વિજયનાથ અને મહંત અવેદ્યનાથે મંદિર આંદોલનમાં ખૂબ જ સક્રિય ભૂમિકા ભજવી હતી.

અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના નિર્માણ માટે ભંડોળ એકત્રિત કરવાની ઝુંબેશ શરૂ થઈ ગઈ છે.આ અભિયાનમાં ઘણા લોકો તેમની ક્ષમતા પ્રમાણે દાન આપી રહ્યા છે. હાલમાં જ પૂર્વ ક્રિકેટર અને ભારતીય જનતા પાર્ટીના સાંસદ ગૌતમ ગંભીરએ પણ રામ મંદિર નિર્માણ માટે એક કરોડ રૂપિયાનું દાન આપ્યું હતું.

ભાજપના પક્ષના નેતાઓએ કહ્યું કે, દિલ્હી ભાજપ દ્વારા આખા શહેરમાં દાન વસૂલવા માટેનું કૂપન બહાર પાડ્યું છે, જે 10 રૂપિયા, 100 રૂપિયા અને 1000 રૂપિયા છે. દિલ્હી ભાજપ મહાસચિવ અને અભિયાનના સંયોજક કુલજીત ચહલે કહ્યું કે, તેનો ઉપયોગ લોકો પાસેથી દાન એકત્ર કરવા માટે કરવામાં આવશે. આ અભિયાનની શરૂઆત રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદે 14 જાન્યુઆરીએ કરી હતી. તેમણે પહેલા રામ મંદિર માટે પાંચ લાખ રૂપિયા દાનમાં આપ્યા હતા. અને અભિયાનને લીલીઝંડી દેખાડવામાં આવી હતી.

-દેવાંશી