ભારત દેશના દરેક પરિવારમાં શ્રાદનું મહત્વ વધારે હોય છે. દરેક વ્યક્તિ તેમના પૂર્વજોની આત્મા શાંતિ મળે તે માટી વિધિ પૂજા પાઠ કરતા જ હોય છે આવામાં આ લોકોએ તે જાણવું જોઈએ કે શ્રાદના દિવસોમાં આ વસ્તુઓનું દાન કરવાથી પૂર્વજો પણ ખુશ રહે છે અને તેનાથી ઘરમાં ખુશી પણ આવે છે.
જાણકારી અનુસાર દાન કરવાથી પિતૃઓની આત્માને સંતુષ્ટિ મળે છે. તેઓ પ્રસન્ન થાય છે અને પિતૃદોષ પણ દૂર થાય છે ! ધર્મગ્રંથો અનુસાર શ્રાદ્ધમાં ગાય, તલ, જમીન, મીઠું, ઘી નું દાન કરવાની પરંપરા છે. આ દરેક વસ્તુઓનું દાન કરવાથી અલગ અલગ પ્રકારના પુણ્યની પ્રાપ્તિ થાય છે. ધર્મગ્રંથોમાં શ્રાદ્ધમાં દાન કરવામાં આવેલ વસ્તુઓના ફળ વિશે વિસ્તૃતમાં વર્ણન મળે છે.
ગાયનું દાન દરેક દાનમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે. પરંતુ, શ્રાદ્ધ પક્ષમાં ગાયનું દાન કરવાથી દરેક પ્રકારના સુખ-સંપત્તિની પ્રાપ્તિ થવાની માન્યતા છે. શ્રાદ્ધ દરમ્યાન ઘઉં, અક્ષતનું દાન પણ કરવું જોઇએ. જો તે દાન ન કરી શકો તો બીજા કોઇ અનાજનું પણ દાન કરી શકાય છે. તેનાથી આપને દરેક કાર્યમાં સફળતાની પ્રાપ્તિ થશે.
આ ઉપરાંત શ્રાદ્ધ દરમિયાન વસ્ત્રોનું દાન કરવું જોઇએ. જેમ કે ધોતી, ખેસ સહિતના બીજા વસ્ત્રોનું દાન કરવું જોઇએ. જે વસ્ત્રોનું દાન કરો તે નવા અને સ્વચ્છ હોવા આવશ્યક છે. શ્રાદ્ધ કર્મમાં તલનું વિશેષ મહત્વ છે. શ્રાદ્ધ પક્ષમાં કાળા તલનું દાન કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે અને તેમના આશીર્વાદ આપની ઉપર હંમેશા જ રહે છે.
ઉલ્લેખનીય છે કે આ લેખ માત્ર જાણકારી માટે તૈયાર કરવામાં આવ્યો છે અને આની કોઈ પૃષ્ટિ કરવામાં આવતી નથી.